________________
| બાવસીયું પદઃ ક્રિયા
[ ૮૭ ]
આ રીતે નૈરયિકોમાં ક્રિયાઓના પરસ્પર સહભાવના કથનની જેમ અસુરકુમારથી લઈસ્તનિતકુમાર સુધીના ભવનવાસી દેવોમાં પણ ક્રિયાઓના સહભાવનું કથન કરવું જોઈએ. ६४ पुढविक्काइयस्स जाव चरिंदियस्स पंच वि परोप्परं णियमा कज्जति । ભાવાર્થ - પૃથ્વીકાયિકથી લઈને ચૌરેન્દ્રિય સુધીના જીવોને પાંચેય ક્રિયાઓ પરસ્પર નિયમ હોય છે. ६५ पंचेंदियतिरिक्खजोणियस्स आइल्लियाओ तिण्णि वि परोप्परं णियमा कति, जस्स एयाओ कज्जति तस्स उवरिल्लाओ दो भइज्जति, जस्स उवरिल्लाओ दोण्णि कजति तस्स एयाओ तिण्णि वि णियमा कज्जति, जस्स अपच्चक्खाणकिरिया तस्स मिच्छादसणवत्तिया सिय कज्जइ सिय णो कज्जइ, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ तस्स अपच्चक्खाणकिरिया णियमा कज्जइ । ભાવાર્થ - પંચંદ્રિય તિર્યંચોને પ્રારંભની ત્રણ ક્રિયાઓ અવશ્ય હોય છે. જેને આ ત્રણ ક્રિયાઓ હોય છે, તેને શેષ બે ક્રિયાઓ અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા કદાચિતુ હોય છે અને કદાચિતુ હોતી નથી. જેને અંતિમ બેક્રિયાઓ હોય છે, તેને પ્રારંભની ત્રણ ક્રિયાઓ અવશ્ય હોય છે. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે, તેને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા કદાચિત્ હોય છે કદાચિત્ હોતી નથી, પરંતુ જેનેમિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હોય છે, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે. ६६ मणूसस्स जहा जीवस्स । वाणमंतर-जोइसिय-वेमाणियस्स जहा णेरइयस्सं। ભાવાર્થ:- મનુષ્યમાં ક્રિયાઓના સહભાવનું કથન સમુચ્ચય જીવની જેમ જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોમાં ક્રિયાઓના સહભાવનું કથન નરયિકોની જેમ જાણવું જોઈએ. ६७ जं समयं णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जइ तं समयं परिग्गहिया किरिया कज्जइ ? एवं एए- जस्स, जं समयं, जं देसं, जं पएसं णं चत्तारि दंडगा णेयव्वा । जहा णेरइयाणं तहा सव्वदेवाणं णेयव्वं जाव वेमाणियाणं । ભાવાર્થ-પ્રન–હે ભગવન્! જે સમયે જીવને આરભિયાક્રિયા હોય છે, તે સમયે તેને શું પરિગ્રહિકીક્રિયા હોય છે? ઉત્તર-હે ગૌતમ!તે ક્રિયાઓના સંબંધમાં આ પ્રમાણે જાણવું- (૧) જે જીવને, (૨) જે સમયમાં, (૩) જે દેશમાં અને (૪) જે પ્રદેશમાં, આ ચારે ય આલાપકો પૂર્વવતુ કહેવા જોઈએ. જેમ નૈરયિકોના વિષયમાં આ ચાર આલાપક કહ્યા છે, તેમ વૈમાનિકો સુધીના સમસ્ત જીવોના વિષયમાં પણ ચાર-ચાર આલાપક કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સમુચ્ચય જીવમાં તથા નારકાદિ ચોવીશ દંડકના જીવોમાં આરંભિકી આદિ પાંચ ક્રિયાઓના પરસ્પર સહભાવની ચર્ચા કરવામાં આવી છે.
સામાન્ય રીતે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા એક થી ત્રણ ગુણસ્થાન સુધી, અપ્રત્યાખ્યાનક્રિયા એક થી ચાર ગુણસ્થાન સુધી, પારિગ્રહિકીક્રિયા એક થી પાંચ ગુણસ્થાન સુધી, આરંભિકી ક્રિયા એકથી છ ગુણસ્થાન સુધી અને માયા પ્રત્યયા ક્રિયા એક થી દશ ગુણસ્થાન સુધી હોય છે.