________________
| બાવસીયું પદઃ ક્રિયા
| ૭૫ ]
(૧) સમુચ્ચય એક જીવને સમુચ્ચય એક જીવથી કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા તે અક્રિય પણ હોય છે.
કોઈ પણ જીવ પોતાના સંસારના વ્યવહારમાં અન્ય જીવો સાથે સંપર્કમાં આવે તેમાં તેને ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. તે જ રીતે ૨૪ દંડકના પ્રત્યેક જીવને અન્ય દંડકના જીવોની અપેક્ષાએ ક્રિયા લાગે છે. કેટલાક દંડકના જીવો વર્તમાન ભવમાં પરસ્પર સંબંધમાં આવતા નથી. જેમકે નારકીના જીવોને મનુષ્યાદિ સાથે વર્તમાન ભવમાં સંબંધ થતો નથી. તેમ છતાં સૂત્રકારે ૨૪ દંડકના જીવોને પરસ્પર ૨૪ દંડકના જીવો સાથેની ક્રિયાનું કથન કર્યું છે, તેથી સ્પષ્ટ થાય છે કે ક્રિયાની પરંપરા ભૂતકાલીન ભવોથી પણ સંબંધિત છે.
જે જીવે પૂર્વભવના શરીરનો સ્વેચ્છાથી ત્યાગ કર્યો ન હોય, શરીર અને સાધનોને વોસિરાવી દીધા ન હોય, તે જીવને તે ભૂતકાળના તેતે શરીર અને સાધનો સંબંધી ક્રિયા લાગે છે. પૂર્વભવના શરીરથી જે-જે પાપપ્રવૃત્તિ થાય, તેના હાડકાં આદિથી શસ્ત્ર, અસ્ત્ર આદિ અધિકરણો બને, તે સંબંધી જીવને યથા સંભવ પાંચે ક્રિયા લાગે છે અર્થાત્ જો તે શરીરના કોઈ પણ ભાગ, અન્ય જીવના પરિતાપનું નિમિત્ત બનતું હોય, તો પારિતાપનિકી સહિત પ્રથમ ચાર કિયા અને જો તે શરીરના કોઈ પણ ભાગથી અન્ય જીવોની ઘાત થતી હોય તો પ્રાણાતિપાલિકી સહિત પાંચ કિયા લાગે છે. તે શરીરાદિ પરિતાપ કેહિંસાનું કારણ ન બને તો પણ પરંપરાએ ત્રણ ક્રિયા ચાલુ રહે છે. આ રીતે એક જીવને અન્ય જીવના નિમિત્તથી ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે.
(૧) જ્યારે પૂર્વભવના શરીર અને સાધન સંબંધી પુદગલોને. અન્ય જીવો પોતાના શરીરપણે પરિણમન કરી લે, (૨) તે પુગલો પોતાની સ્થિતિ પૂર્ણ થતાં સ્વતઃ પરિણામાંતરને પ્રાપ્ત થઈ જાય, (૩) કોઈ જીવ મનુષ્ય ભવમાં વિરતિભાવને પ્રાપ્ત થાય ત્યારે પૂર્વ ભવ-ભવાંતરના શરીર સંબંધી લાગતી ક્રિયાઓ બંધ થઈ જાય છે.
૨૪ દંડકના જીવોમાંથી મનુષ્યો જ સમજણપૂર્વક શરીરાદિનું મમત્વ છોડી શકે છે, વોસિરાવી શકે છે, તેથી સમુચ્ચય જીવમાં અક્રિયપણું મનુષ્ય ભવની અપેક્ષાએ જ થાય છે.
કોઈ પણ એક જીવને નારકી કે દેવની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા જ લાગે છે. નારકી અને દેવોનું નિરુપક્રમી આયુષ્ય હોવાથી તે જીવોનું મૃત્યુ અન્ય જીવના નિમિત્તથી થતું નથી, તેથી નારકી અને દેવની અપેક્ષાએ પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી.
કોઈ પણ એક જીવને પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દશ દંડકના જીવોની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા તે અક્રિય હોય છે. આ રીતે (૧) એક જીવને એક જીવની અપેક્ષાએ (૨) એક જીવને અનેક જીવોની અપેક્ષાએ (૩) અનેક જીવોને એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા વિકલ્પથી થાય છે પરંતુ (૪) અનેક જીવોને અનેક જીવોની અપેક્ષાએ નિયમા ત્રણ, ચાર અને પાંચ ક્રિયા લાગે છે, કારણ કે જીવો ઘણા હોવાથી યથાસંભવ દરેક વિકલ્પ થાય છે. મનુષ્ય તથા સમુચ્ચય જીવમાં અક્રિય પણ હોય છે, વીતરાગી મનુષ્યોને આ પાંચ ક્રિયાઓમાંથી કોઈ ક્રિયા લાગતી નથી, તે અપેક્ષાએ સમુચ્ચય જીવ અને મનુષ્યમાં અક્રિયનો વિકલ્પ હોય છે. સિદ્ધોની અપેક્ષાએ પણ સમુચ્ચય જીવમાં અક્રિયનો વિકલ્પ હોય છે.
આ રીતે સમુચ્ચય જીવ + ૨૪ દંડકના જીવ = ૨૫ પ્રકારના જીવોના ચાર-ચાર આલાપક ગણતાં ૨૫ x ૪ = ૧૦૦ આલાપક થાય છે.