SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩ ३४ णेरइया णं भंते ! जीवहिंतो कइ किरिया ? गोयमा ! तिकिरिया विचउकिरिया वि पंचकिरिया वि । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો, અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ ક્રિયાવાળા પણ હોય છે, ચાર ક્રિયાવાળા અને પાંચ ક્રિયાવાળા પણ હોય છે. |३५ णेरइया णं भंते ! णेरइएहितो कइ किरिया ? गोयमा ! तिकिरिया विचउकिरिया वि । एवं जाव वेमाणिएहितो, णवरं- ओरालियसरीरेहिंतो जहा जीवेहितो । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! અનેક નૈરયિકો, અનેક નૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા પણ હોય છે અને ચાર ક્રિયાવાળા પણ હોય છે. આ રીતે યાવત અનેક વૈમાનિક દેવો સુધીના જીવોની અપેક્ષાએ ક્રિયા સંબંધી આલાપક કહેવો પરંતુ વિશેષતા એ છે કે ઔદારિકશરીરી દશ દંડકના જીવોનું કથન સમુચ્ચય જીવોની જેમ કરવું.(આ ચોથો આલાપક થયો.) આિ રીતે નૈરયિકના ચાર આલાપક પૂર્ણ થયા] ३६ असुरकुमारे णं भंते ! जीवाओ कइ किरिए ? गोयमा ! जहेव णेरइए चत्तारि दंडगा तहेव असुरकुमारेण वि चत्तारि दंडगा भाणियव्वा । एवं उवउंज्जिऊण भावेयव्वं ति । जीवे मणूसे य अकिरिए वुच्चइ, सेसा अकिरिया ण वुच्चंति, सव्वे जीवा ओरालियसरीरेहिंतो पंचकिरिया। णेरइय-देवेहिंतो य पंचकिरिया ण वुच्चंति । एवं एक्केक्कजीवपए चत्तारि-चत्तारि दंडगा भाणियव्वा । एवं एयं दंडगसयं । सव्वे वि य जीवाइया दंडगा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક અસુરકુમાર, એક સમુચ્ચય જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે? ઉત્તર- હે ગૌતમ! જેવી રીતે નારકીના ચાર આલાપક કહ્યા છે, તેવી જ રીતે અસુરકુમારની અપેક્ષાએ પણ ચાર આલાપક કહેવા જોઈએ. આ જ રીતે ઉપયોગ પૂર્વક જાણવું કે સમુચ્ચય એક જીવ અને એક મનુષ્ય જ અક્રિય થાય છે, શેષ કોઈ પણ જીવો અક્રિય થતા નથી. સર્વે ય જીવો, ઔદારિક શરીરી જીવોની અપેક્ષાએ જ પાંચ ક્રિયાવાળા હોય છે, નારકી અને દેવોની અપેક્ષાએ પાંચ ક્રિયાવાળા થતા નથી. આ રીતે એક-એક જીવ પદમાં ચાર-ચાર આલાપક હોવાથી સમુચ્ચય જીવ અને ૨૪ દંડક, આ પચીસના કુલ મળીને ૪૪૨૫=૧00 આલાપક થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય એક અને અનેક જીવોને જીવોથી લાગતી ક્રિયાઓનું પ્રતિપાદન છે.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy