________________
[ ૭૩ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
२५ जीवा णं भंते ! जीवाओ कइ किरिया ? गोयमा ! सिय तिकिरिया वि, सिय चउकिरिया वि, सिय पंचकिरिया वि, सिय अकिरिया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો, એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તરહે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા, કદાચિત્ પાંચ ક્રિયાવાળા અને કદાચિત્ અક્રિય-ક્રિયા રહિત પણ હોય છે. २६ जीवा णं भंते ! णेरइयाओ कइ किरिया ? गोयमा ! जहेव आइल्लदंडओ तहेव भाणियव्वो जाव वेमाणिय त्ति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો, એક નૈરયિકની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ આલાપકની જેમ આ આલાપક પણ વૈમાનિક સુધી કહેવો જોઈએ. અર્થાત્ એક નૈરયિકની અપેક્ષાએ ઘણા સમુચ્ચય જીવો કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ અક્રિય પણ હોય છે. આ રીતે પ્રથમ આલાપકની જેમ ૨૪ દંડકનું કથન કરવું. (આ અનેક જીવોનો એક જીવ સાથે, ત્રીજો આલાપક થયો.) २७ जीवाणं भंते ! जीवहिंतो कइ किरिया ? गोयमा! तिकिरिया वि चउकिरिया वि पंचकिरिया वि अकिरिया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો, અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા અને પાંચ ક્રિયાવાળા હોય તથા અક્રિય પણ હોય છે.
२८ जीवा णं भंते ! णेरइएहिंतो कइ किरिया ? गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, अकिरिया वि । असुरकुमारेहिंतो वि एवं चेव जाव वेमाणिएहितो, णवरंओरालिय-सरीरेहिंतो जहा जीवेहिंतो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો, અનેક નૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા અને અક્રિય પણ હોય છે.
આ જ રીતે અસુરકમારોથી વૈમાનિકો સુધીની અપેક્ષાએ સમુચ્ચય જીવોના ક્રિયા સંબંધી આલાપકનું કથન કરવું. વિશેષતા એ છે કે પૃથ્વીકાયિકથી લઈ મનુષ્ય સુધીના ઔદારિક શરીરી દસ દંડકના જીવોની અપેક્ષાએ ક્રિયા સંબંધી કથન સમુચ્ચય અનેક જીવો સાથેના કથનની જેમ કરવું જોઈએ. અર્થાત્ દેવતા સંબંધી કથન નારકીની સમાન છે અને ઔદારિકના દસ દંડક સંબંધી કથન સમુચ્ચય જીવોની સમાન છે. (અનેક જીવનો અનેક જીવો સાથેનો આ ચોથો આલાપક થયો.) [આ રીતે સમુચ્ચય જીવના ચાર આલાપક ૨૫ બોલ સાથે પૂર્ણ થયા.] २९ णेरइए णं भंते ! जीवाओ कइ किरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए, सिय पंचकिरिए । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક, એક સમુચ્ચય જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે?