________________
| બાવસીયું પદઃ ક્રિયા
[ ૭૧ ]
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! એક જીવ, એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે? ઉત્તર-હે ગૌતમ!તે કદાચિત ત્રણ ક્રિયાવાળો, કદાચિતુ ચાર ક્રિયાવાળો, કદાચિત પાંચ ક્રિયાવાળો અને કદાચિક્રિયા રહિત પણ હોય છે. २२ जीवे णं भंते ! णेरइयाओ कइ किरिए ? गोयमा ! सिय तिकरिए, सिय चउकिरिए, सिय अकिरिए । एवं जाव थणियकुमाराओ ।।
पुढविक्काइय-आउक्काइय-तेउक्काइय-वाउक्काइय-वणस्सइकाइय-बेइंदियतेइंदिय-चरिंदिय-पंचिंदियतिरिक्खजोणिय-मणुस्साओ जहा जीवाओ ।
वाणमंतर-जोइसिय-वेमाणियाओ जहा णेरइयाओ । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! એક જીવ, એકનારકીની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે? ઉત્તરહે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળો, કદાચિત્ ચાર ક્રિયાવાળો અને કદાચિત્ અક્રિય હોય છે. આ રીતે યાવત નિતકુમાર સુધીના દેવોની અપેક્ષાએ આલાપક કહેવા જોઈએ.
એક પુથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને એક મનુષ્યની અપેક્ષાએ ક્રિયા સંબંધી આલાપક, સમુચ્ચય એક જીવના આલાપકની જેમ કહેવા જોઈએ અર્થાતુ કદાચિત ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળો અથવા અક્રિય હોય છે. એક વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવનો ક્રિયા સંબંધી આલાપક એક નૈરયિકની જેમ કહેવો જોઈએ અર્થાતુ કદાચિત્ ત્રણ કે ચાર ક્રિયાવાળો અથવા કદાચિત્ અક્રિય હોય છે. (આ એક જીવનો એક જીવ સાથે, પ્રથમ આલાપક પૂર્ણ થયો.) २३ जीवे णं भंते ! जीवहिंतो कइ किरिए ? गोयमा ! सिय तिकरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए, सिय अकिरिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક જીવ, અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે? ઉત્તરહે ગૌતમ! તે કદાચિત્ ત્રણ ક્રિયાવાળો, કદાચિત્ ચાર ક્રિયાવાળો, કદાચિત્ પાંચ ક્રિયાવાળો અને કદાચિત્ અક્રિય હોય છે.(સિદ્ધ અને વીતરાગી જીવ આ પાંચ ક્રિયાની અપેક્ષાએ અક્રિય હોય છે.) २४ जीवे णं भंते ! णेरइएहिंतो कइ किरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय अकिरिए । एवं जहेव पढमो दंडओ तहा एसो वि बिईओ भाणियव्वो। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક જીવ, અનેકનૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ ત્રણ ક્રિયાવાળો, કદાચિતુ ચાર ક્રિયાવાળો અને કદાચિ, અક્રિય હોય છે. આ પ્રમાણે જે રીતે પ્રથમ આલાપક છે, તે જ રીતે આ બીજો આલાપક પણ કહેવો જોઈએ. (આ એક જીવનો અનેક જીવો સાથે, બીજો આલાપક થયો.)