________________
[ ૭૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને બાંધતા અનેક જીવો કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા અને પાંચ ક્રિયાવાળા પણ હોય છે. આ જ રીતે નૈરયિકથી વૈમાનિક સુધીના જીવોનું કથન કરવું જોઈએ.
જ્ઞાનાવરણીયકર્મની જેમ દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આ કુલ આઠ પ્રકારની કર્મપ્રકૃતિઓને બાંધતા એક જીવ કે અનેક જીવોના ક્રિયાવિષયક આલાપકો કહેવા જોઈએ. એકત્વ અને બહુત્વના આઠ કર્મની અપેક્ષાએ આઠ-આઠ આલાપક થવાથી કુલ મળીને સોળ આલાપક થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં કર્મબંધ આશ્રિત ક્રિયાનું નિરૂપણ છે.
જીવોને ક્રિયા દ્વારા કર્મબંધ થાય છે. જ્ઞાનાવરણીયકર્મનો બંધ દશ ગુણસ્થાન સુધી થાય છે, ત્યાં સુધી તે જીવ સરાગી હોય છે, તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતા જીવોને ઓછામાં ઓછી ત્રણ ક્રિયા લાગે છે. સરાગી જીવોને કોઈ પણ પ્રવૃત્તિ કે અવસ્થામાં આ ત્રણ ક્રિયા તો લાગે જ છે. જો તે ક્રિયા કરતાં અન્ય જીવોને પરિતાપ પહોંચે તો પારિતાપનિકી ક્રિયા સહિત ચાર અને તે ક્રિયા કરતાં અન્ય જીવો મૃત્યુ પામે તો પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે.
જ્ઞાનાવરણીયાદિ કર્મબંધક અનેક જીવોમાંથી દરેક જીવોની વૃત્તિ અને પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોવાથી કેટલાક જીવો ત્રણ ક્રિયાવાળા, કેટલાક જીવો ચાર ક્રિયાવાળા અને કેટલાક જીવો પાંચ ક્રિયાવાળા હોય છે. આ રીતે એકવચનથી–સમુચ્ચય જીવ કે ૨૪ દંડકના પ્રત્યેક જીવને ત્રણ ક્રિયા, ચાર ક્રિયા અથવા પાંચ ક્રિયા લાગે છે. બહુવચનથી- સમુચ્ચય અનેક જીવો તથા ર૪ દંડકના અનેક જીવો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ બાંધતા કેટલાક જીવો ત્રણ ક્રિયાવાળા કેટલાક જીવો ચાર ક્રિયાવાળા અને કેટલાક જીવો પાંચ ક્રિયાવાળા હોય છે. સોનેરૂ લંડ – સોળ આલાપક – જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક કર્મમાં એકત્વ અને બહુત્વના ભેદથી અર્થાતુ એક અને અનેક જીવોની અપેક્ષાએ બે-બે આલાપક થાય છે. આ રીતે એક કર્મમાં બે-બે આલાપક હોવાથી આઠ કર્મોના ૧૬ આલાપક થાય છે. તે દરેક આલાપકમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવ એમ ૨૫ બોલોની પૃચ્છા થાય છે.
ઉપરોક્ત સર્વ કથન સરાગી જીવોની અપેક્ષાએ છે. સરાગી જીવને કોઈ પણ કર્મ બાંધતાં ઓછામાં ઓછી ત્રણ ક્રિયા, મધ્યમ ચાર ક્રિયા અને ઉત્કૃષ્ટ પાંચ ક્રિયા લાગે છે. ૧૧ થી ૧૩ ગુણસ્થાનવર્સી વીતરાગી જીવો એકમાત્ર વેદનીય કર્મ બાંધે છે અને વેદનીય કર્મ બાંધતા તે જીવોને પૂર્વોક્ત પાંચ ક્રિયામાંથી એક પણ ક્રિયા લાગતી નથી. કાયિકી આદિ પાંચ ક્રિયાઓની અપેક્ષાએ વીતરાગી જીવ અક્રિય હોય છે. ચૌદમાં ગુણસ્થાનવર્સી વીતરાગી જીવ અયોગી હોવાથી તેને કોઈ પણ કર્મબંધ કે ક્રિયા હોતી નથી. એક અને અનેક જીવોને પરસ્પર થતી ક્રિયા:| २१ जीवे णं भंते ! जीवाओ कइ किरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए सिय अकिरिए ।