________________
બાવસીધું પદ : ક્રિયા
બહુવચનથી– સમુચ્ચય અનેક જીવો કે પાંચ સ્થાવર જીવોમાં (૧) ઘણા જીવો સાત કર્મ બાંધે છે અને ઘણા જીવો આઠ કર્મ બાંધે છે. તે એક જ ભંગ થાય છે. શેષ ૧૯ દંડકના જીવોમાં (૧) ક્યારેક સર્વ જીવો સાત કર્મ બાંધે છે. (ર) ક્યારેક ઘણા જીવો સાત કર્મ બાંધે છે અને એક જીવ આઠ કર્મ બાંધે છે. (૩) ક્યારેક ઘણા જીવો સાત કર્મ બાંધે છે અને ઘણા જીવો આઠ કર્મ બાંધે છે, આ ત્રણ ભંગ થાય છે.
Fe
પ્રતીત્તિયા ઇશીલ વંકા – પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધી અઢાર પાપસ્થાનકોના એકત્વ અને બહુત્વની વિવજ્ઞાથી બે-બે આલાપક થાય છે તેથી ૧૮ પાપસ્થાનના કુલ મળીને ૩૬ આલાપક થાય છે. પ્રથમ આલાપક – પ્રાજ્ઞાતિપાતના સેવનથી સમુચ્ચય એક જીવ સાત અથવા આઠ કર્મ બાંધે છે. તે જ રીતે પ્રાણાતિપાતના સેવનથી ૨૪ દંડકના પ્રત્યેક જીવ પણ સાત અથવા આઠ કર્મ બાંધે છે.
બીજો આલાપક – પ્રાણાતિપાતના સેવનથી સમુચ્ચય અનેક જીવો સાત અને આઠ કર્મ બાંધે છે, તે જ રીતે પાંચ સ્થાવરના અનેક જીવો પણ સાત અને આઠ કર્મ બાંધે છે. આ એક ભંગ થાય છે. શેષ ૧૯ દંડકના અનેક જીવોમાં સાત અને આઠ કર્મબંધ સંબંધી ત્રણ ભંગ થાય છે.
આ રીતે અઢારે પાપસ્થાનના સેવન સંબંધી એક અને અનેક જીવોની અપેક્ષાએ બે-બે આલાપક થતાં ૩૬ આલાપક થાય છે.
છત્રીસમો આલાપક – અઢારમા પાપસ્થાન—મિથ્યાત્વના સેવનથી સમુચ્ચય અનેક જીવો તથા પાંચ સ્થાવરના જીવોમાં સાત અને આઠ કર્મબંધ સંબંધી એક ભંગ હોય છે. ૧૯ દંડકમાં સાત અને આઠ કર્મબંધ સંબંધી ત્રણ ભંગ થાય છે. આ રીતે છત્રીસે ય આલાપકોમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવો, તેમ ૨૫ બોલની પૃચ્છા છે.
કર્મબંધ આશ્રિત ક્રિયા :
१९ जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे कइ किरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चठ किरिए, सिय पंचकिरिए। एवं णेरइए जाव वेमाणिए ।
- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકર્મ બાંધતો એક જીવ કાયિકી આદિ પાંચમાંથી કેટલી ક્રિયાવાળો હોય છે ?
ભાવાર્થ:
ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચારક્રિયા અને કદાચિત પાંચ ક્રિયાવાળો હોય છે. આ જ રીતે નૈરયિકથી વૈમાનિક સુધીના દરેક જીવનું કથન કરવું જોઈએ.
२० जीवा णं भंते! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ किरिया ? गोयमा ! तिकिरिया वि चठकिरिया वि पंचकिरिया वि । एवं णेरइया णिरंतरं जाव वेमाणिया ।
।
एवं दरिसणावरणिज्जं वेयणिज्जं मोहणिज्जं आठयं णामं गोयं अंतराइयं च अट्ठविहकम्मपगडीओ भाणियव्वाओ। एगत्त- पोहत्तिया सोलस दंडगा ।