________________
[ ૬૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
આ જ રીતે અસુરકુમારોથી લઈ સ્વનિતકુમારો સુધી દેવોમાં ત્રણ-ત્રણ ભંગ જાણવા જોઈએ.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિક જીવોના વિષયમાં સમુચ્ચય અનેક જીવોના કર્મ બંધની સમાન જાણવું જોઈએ અર્થાત્ ઘણા જીવો સાત કર્મ બંધક પણ હોય અને ઘણા જીવો આઠ કર્મ બંધક પણ હોય છે. શેષ વૈમાનિક સુધીના સમસ્ત જીવોના કર્મબંધના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ. |१८ एवं एए जीवेगिंदियवज्जा तिण्णि तिण्णि भंगा सव्वत्थ भाणियव्वा त्ति जाव मिच्छादसणसल्लेणं । एवं एगत्त-पोहत्तिया छत्तीसं दंडगा होति । ભાવાર્થ:- આ રીતે મૃષાવાદથી મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનકોમાં સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને સર્વ દંડકના જીવોમાં કર્મબંધ સંબંધી ત્રણ-ત્રણ ભંગ કહેવા જોઈએ. જીવ અને એકેન્દ્રિયમાં એક જ ભંગ હોય છે. આ રીતે સર્વ મળીને ૧૮ પાપના એકવચન અને બહુવચનની અપેક્ષાએ છત્રીશ આલાપક થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાણાતિપાતાદિ દ્વારા બંધાતા આઠ કર્મ સંબધી નિરૂપણ છે. એક જીવની અપેક્ષાએઃ-૨૪ દંડકના જીવોમાંથી કોઈ પણ એક જીવ પ્રાણાતિપાતની ક્રિયાથી એક સમયે સાત કે આઠ કર્મોનો બંધ કરે છે. જો આયુષ્ય કર્મનો બંધ થતો હોય, તો આઠકમોોં બંધ અને આયુષ્યનો બંધ થતો ન હોય, તો સાત કર્મોનો બંધ થાય છે. એક જીવમાં કોઈ પણ એક જ વિકલ્પ હોય છે. અનેક જીવોની અપેક્ષાએઃ- સમુચ્ચય અનેક જીવોમાં કેટલાક જીવો સાત કર્મ બાંધે છે અને કેટલાક જીવો આઠ કર્મ બાંધે છે. સાત કર્મબંધક અને આઠ કર્મબંધક, બંને પ્રકારના જીવો હંમેશાં ઘણા હોય છે. તેથી સમુચ્ચય અનેક જીવોમાં આ એક જ વિકલ્પ થાય છે, અન્ય વિકલ્પો થતા નથી.
પાંચ સ્થાવર જીવોમાં પણ સાત કર્મબંધક અને આઠ કર્મબંધક બંને પ્રકારના જીવો હંમેશાં ઘણા હોવાથી તેમાં પણ સમુચ્ચય જીવની સમાન એક જ વિકલ્પ હોય છે, અન્ય વિકલ્પો થતા નથી.
૧૯ દંડકના જીવોમાં સાત કર્મબંધક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી તે શાશ્વત છે પરંતુ આયુષ્ય કર્મબંધક જીવો હંમેશાં પ્રાપ્ત થતા નથી, તેથી આઠ કર્મબંધક જીવો અશાશ્વત છે, તેથી અનેક નારકી આદિ ૧૯ દંડકના જીવોમાં શાશ્વત-અશાશ્વત જીવોના સંયોગથી કર્મબંધ સંબંધી ત્રણ ભંગ આ પ્રમાણે થાય છે
(૧) જ્યારે એક પણ નારકી આયુષ્યનો બંધ કરતા ન હોય, ત્યારે સર્વ નારકી સાત કર્મબંધક હોય છે. (૨) જ્યારે એક નારકી આયુષ્ય બાંધતો હોય, ત્યારે અનેક નારકી જીવો સાત કર્મબંધક અને એક નારકી જીવ આઠ કર્મબંધક હોય છે. (૩) જ્યારે અનેક નારકી જીવો આયુષ્ય બાંધતા હોય, ત્યારે અનેક નારકીઓ સાત કર્મબંધક અને અનેક નારકીઓ આઠ કર્મબંધક હોય છે.
આ રીતે પાંચ સ્થાવરને છોડીને શેષ ૧૯ દંડકના અનેક જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. સંક્ષેપમાં સમુચ્ચય એક જીવ અથવા ચોવીસ દંડકમાંથી કોઈ પણ એક જીવ સાત કે આઠ કર્મ બાંધે છે, તેમાં અન્ય વિકલ્પો થતાં નથી.