________________
| બાવસીયું પદઃ ક્રિયા
[ ૫ ]
લાગે છે? ઉત્તર- હે ગૌતમ! સર્વદ્રવ્યોના વિષયમાં મૃષાવાદ–અસત્ય ભાષણથી ક્રિયા લાગે છે. આ જ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિક સુધીના જીવોને મૃષાવાદથી ક્રિયા લાગે છે. |११ अस्थि णं भंते ! जीवाणं अदिण्णादाणेणं किरिया कज्जइ ? हंता अस्थि । कम्हि णं भंते ! जीवाणं अदिण्णादाणेणं किरिया कज्जइ ? गोयमा ! गहणधारणिज्जेसु दव्वेसु । एवं रइयाणं णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! શું જીવોને અદત્તાદાનથી(અદત્તગ્રહણથી—ચોરીથી) ક્રિયા લાગે છે? ઉત્તર- હા, ગૌતમ ! જીવોને અદત્તાદાનથી ક્રિયા લાગે છે. પ્રશ્ન- હે ભગવન્! કયા વિષયમાં જીવોને અદત્તાદાનથી ક્રિયા લાગે છે? ઉત્તર- હે ગૌતમ! ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોના વિષયમાં જીવોને અદત્તાદાનથી ક્રિયા લાગે છે.
આ જ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિક સુધીના જીવોને અદત્તાદાનથી ક્રિયા લાગે છે. १२ अत्थि णं भंते ! जीवाणं मेहुणेणं किरिया कज्जइ? हंता ! अत्थि । कम्हि णं भंते ! जीवाणं मेहुणेणं किरिया कज्जइ ? गोयमा ! रूवेसु वा रूवसहगएसु वा दव्वेसु ? एवं रइयाणं णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્!શું જીવોને મૈથુન(કુશીલ સેવન)થી ક્રિયા લાગે છે? ઉત્તર-હા, ગૌતમ! જીવોને મૈથુનથી ક્રિયા લાગે છે.
પ્રશ્ન- હે ભગવન્! જીવોને કયા વિષયમાં મૈથુનથી ક્રિયા લાગે છે? ઉત્તર- હે ગૌતમ! રૂપ કે રૂપસહગત(સ્ત્રી) આદિ દ્રવ્યોના વિષયમાં મૈથુનથી ક્રિયા લાગે છે. આ જ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના જીવોને મૈથુનથી ક્રિયા લાગે છે. |१३ अत्थि णं भंते ! जीवाणं परिग्गहेणं किरिया कज्जइ ? हंता ! अस्थि । कम्हि णं भंते! जीवाणं परिग्गहेणं किरिया कज्जइ? गोयमा ! सव्वदव्वेसु । एवं रइयाणं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવોને પરિગ્રહથી ક્રિયા લાગે છે? ઉત્તર- હા ગૌતમ! જીવોને પરિગ્રહથી ક્રિયા લાગે છે. પ્રશ્ન- હે ભગવન્! કયા વિષયમાં જીવોને પરિગ્રહથી ક્રિયા લાગે છે? ઉત્તરહે ગૌતમ! સર્વ દ્રવ્યોના વિષયમાં પરિગ્રહથી ક્રિયા લાગે છે. આ જ રીતે નૈરયિકોથી લઈ વૈમાનિક સુધી કથન કરવું જોઈએ. १४ एवं कोहेणं माणेणं मायाए लोभेणं पेज्जेणं दोसेणं कलहेणं अब्भक्खाणेणं पेसुण्णेणं परपरिवाएणं अरइरईए मायामोसेणं मिच्छादसण-सल्लेणं । सव्वेसु जीवणेरइयभेएणं भाणियव्वा णिरंतरं जाव वेमाणियाणं ति । एवं अट्ठारस एए दंडगा । ભાવાર્થ:- આ જ રીતે કોધથીમાનથી. માયાથી, લોભથી. રાગથીદ્વેષથી. કલહથી. અભ્યાખ્યાનથી. પૈશુન્યથી, પરંપરિવાદથી, અરતિ-રતિથી, માયામૃષાથી અને મિથ્યાદર્શનશલ્યથી સમુચ્ચય જીવો તથા