________________
છ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
નરયિકોથી લઈને વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોને ક્રિયા લાગે છે તે પ્રમાણે કથન કરવું જોઈએ. આ રીતે આ અઢાર પાપસ્થાનોના સેવનથી લાગતી ક્રિયાઓ સંબંધી આ અઢાર દંડક–આલાપક થાય છે. વિવેચન :
પૂર્વ સાતમા સૂત્રમાં જીવોની સક્રિયતા અક્રિયતાનું કથન છે અને ત્યાર પછીના આ(૮ થી ૧૪) સૂત્રોમાં તે ક્રિયાના કારણ રૂપે અઢાર પાપસ્થાનોનું કથન છે. તાત્પર્ય એ છે કે પૂર્વ સૂત્રોક્ત સક્રિય જીવોને ક્રિયા કેમ લાગે છે? તેનું સમાધાન આ સૂત્રોમાં છે. સંસારના સમસ્ત જીવો અઢાર પાપમાંથી કોઈપણ પાપનું સેવન કરે ત્યારે તેને ક્રિયા લાગે છે. આ રીતે પ્રસ્તુત સૂત્રોમાં અઢાર પાપ સેવનથી ક્રિયા લાગવાનું સામાન્ય રીતે કથન છે અને તે ક્રિયાઓ કેટલી છે? તે ક્રિયાઓથી કયા કર્મબંધ થાય છે ઇત્યાદિ વિશેષ નિરૂપણ આ પછીના(પંદરથી આગળના) સૂત્રોમાં છે. અઢાર પાપ અને તેના વિષય:(૧) પ્રાણાતિપાત - ઇન્દ્રિયાદિ દશ પ્રાણમાંથી જેને જેટલા પ્રાણ પ્રાપ્ત થયા હોય તેનો વિનાશ કરવો, તે પ્રાણાતિપાત છે. પ્રાણાતિપાતના કારણભૂત અધ્યવસાયનો વિષય ષજીવનિકાય છે, કારણ કે મારવાનો અધ્યવસાય જીવ વિષયક જ હોય છે, અજીવ વિષયક થતો નથી. દોરી આદિમાં સર્પાદિની બુદ્ધિથી જે મારવાનો અધ્યવસાય થાય છે, તે પણ આ સાપ છે' આ બુદ્ધિથી પ્રવૃત્તિ થાય છે, તેથી તે જીવવિષયક જ છે. આ રીતે પ્રાણાતિપાત ષજીવનિકાયોમાં થાય છે. (૨) મૃષાવાદ – સત્નો અપલાપ અને અસનું પ્રરૂપણ કરવું, તે મૃષાવાદ છે. મૃષાવાદનો અધ્યવસાય લોકગત અને અલોકગત સર્વદ્રવ્યોના વિષયમાં થાય છે. (૩) અદત્તાદાન :- અદત્ત અન્ય દ્વારા નહીં અપાયેલી વસ્તુને, આદાન ગ્રહણ કરવી, તે અદત્તાદાનચોરી છે. અદત્તાદાન ગ્રહણ અને ધારણ યોગ્ય, આદાન-પ્રદાન યોગ્ય વસ્તુમાં થાય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનું આદાન-પ્રદાન થતું નથી, તેથી તવિષયક અદત્તાદાન થતું નથી, કારણ કે ચક્ષુગ્રાહ્ય પુદ્ગલ દ્રવ્યોનું જ આદાન-પ્રદાન થાય છે અને ધર્મસ્તાકાય આદિ ચક્ષુગ્રાહ્ય નથી, તેથી તેમાં અદત્તાદાન થતું નથી. (૪) મૈથનઃ- વેદ મોહના ઉદયે વિકાર ભાવોની પ્રાપ્તિ અને તે ભાવો યુક્ત પ્રક્રિયા તે મૈથુન છે. શબ્દાદિ પાંચ વિષયોમાં રૂપની પ્રધાનતા છે, તેથી મૈથુનનો વિષય રૂપ અને રૂપ સહિતના પદાર્થો તથા સ્ત્રી આદિ છે. (૫) પરિગ્રહ :- પદાર્થોમાં મુચ્છ કે આસક્તિના ભાવોથી પદાર્થોનો સંગ્રહ તે પરિગ્રહ છે. લોભના ઉદયથી સમસ્ત પદાર્થોમાં પરિગ્રહભાવ થાય છે. પ્રાણાતિપાત આદિનો વિષય:પા૫ વિષય
દંડક ૧. પ્રાણાતિપાત | છ જવનિકાય ૨. મૃષાવાદ | લોકાલોકના સમસ્ત દ્રવ્યો-પર્યાયો
ર૪ દંડકમાં | ૩. અદત્તાદાન ગ્રહણ–ધારણ કરી શકાય તેવા દ્રવ્યો
જીવોને | ૪. મૈથુન કાષ્ટ કર્મ આદિ રૂપવાન પદાર્થો(પુદ્ગલ દ્રવ્ય) તથા રૂપ સહગત સ્ત્રી આદિ |પાંચ ક્રિયા પ. પરિગ્રહ સર્વદ્રવ્યો–પર્યાયો
હોય – – – – – – – – – – – – – – –– –૧૮ ક્રોધાદિ સર્વદ્રવ્યો–પર્યાયો
|
-
1
|
|
-
-
-
|