________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
જીવ યોગ નિરોધ કરીને જ્યારે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે અક્રિય થાય છે ત્યાર પછી ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનોમાં તથા સંસારથી સર્વથા મુક્ત સિદ્ધ અવસ્થામાં અનંતકાલ પર્યંત જીવ અક્રિય રહે છે.
૪
સંસાર સમાપન્ન (સંસારી)
અશૈલેશી પ્રતિપન્ન
જીવ
અસંસાર સમાપન્ન (સિદ્ધ)
અક્રિય
શૈલેશી પ્રતિપન્ન
અક્રિય
સક્રિય
પ્રાણાતિપાતાદિ ક્રિયા તથા તેના વિષય :
८ अत्थि णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ ? हंता गोयमा ! अत्थि ! कम्हि णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ ? गोयमा ! छसु जीवणिकाएसु ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવોને પ્રાણાતિપાતથી(જીવહિંસાથી) ક્રિયા લાગે છે ? ઉત્તર– હા, ગૌતમ ! જીવોને પ્રાણાતિપાતથી ક્રિયા લાગે છે
પ્રશ્ન– હે ભગવન્ ! જીવોને કયા વિષયમાં પ્રાણાતિપાતથી ક્રિયા લાગે છે? ઉત્ત૨– હે ગૌતમ ! છ જીવનિકાયના વિષયમાં પ્રાણાતિપાતથી ક્રિયા લાગે છે.
९ अत्थि णं भंते ! णेरइयाणं पाणाइवाएणं किरिया कज्जइ ? गोयमा ! एवं चेव । एवं जाव णिरंतरं वेमाणियाणं ।
ભાવાર્થ:
:- પ્રશ્ન− હે ભગવન્ ! શું નૈરયિકોને પ્રાણાતિપાતથી(જીવહિંસાથી) ક્રિયા લાગે છે ? ઉત્તરહા, ગૌતમ ! લાગે છે. આ જ રીતે નિરંતર વૈમાનિક સુધીના ૨૪ દંડકના જીવોને પ્રાણાતિપાત–જીવહિંસાથી ક્રિયા લાગે છે.
१० अत्थि णं भंते ! जीवाणं मुसावाएणं किरिया कज्जइ ? हंता अत्थि । कम्हि णं भंते! जीवाणं मुसावाएणं किरिया कज्जइ ? गोयमा ! सव्वदव्वेसु । एवं णिरंतरं णेरइयाणं जाव वेमाणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવોને મૃષાવાદથી(અસત્ય ભાષણથી) ક્રિયા લાગે છે ? ઉત્તર– હા, ગૌતમ ! જીવોને મૃષાવાદથી ક્રિયા લાગે છે. પ્રશ્ન– હે ભગવન્ ! કયા વિષયમાં જીવોને મૃષાવાદથી ક્રિયા