________________
| બાવસીયું પદઃ ક્રિયા
|
૩ |
(૫) પ્રાણાતિપાતિકી કિયા- ઇન્દ્રિયાદિ ૧૦ પ્રાણોમાંથી જેને જેટલા પ્રાણ હોય તે સર્વનો અતિપાતવિનાશ કરવો તે પ્રાણાતિપાત છે. પ્રાણાતિપાત થાય તેવી ક્રિયા પ્રાણાતિપાતિકી ક્રિયા છે. તેના પણ ત્રણ પ્રકાર છે-૧.સ્વપ્રાણાતિપાતિકી ક્રિયા- આત્મહત્યા કરવી, ૨. પરપ્રાણાતિપાતિકી ક્રિયા-દ્રષવશ બીજાના જીવનનો નાશ કરવો તે. ૩. તદુભયપ્રાણાતિપાતિકી ક્રિયા- પોતાના અને પરના જીવનનો નાશ કરવો તે.
ક્રિયા વિષયક વિસ્તૃત વિવેચન શ્રી સ્થાનાંગ સૂત્રમાં પણ પ્રાપ્ત થાય છે. કાયિકી આદિ ત્રણ ક્રિયાનું આ સ્વરૂપ સ્થૂલ દષ્ટિએ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ આ ત્રણ ક્રિયા દશમા ગુણસ્થાન સુધીના પ્રત્યેક સરાગી જીવોને નિરંતર લાગે છે. સૂક્ષ્મ દષ્ટિકોણથી ત્રણ ક્રિયાનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) સરાગી જીવોને શરીરના સદ્ભાવ માત્રથી કાયિકી ક્રિયા થાય છે. (૨) અશુભ અધ્યવસાયના સદ્ભાવથી અધિકરણી ક્રિયા થાય છે. (૩) કષાયના સદ્ભાવથી પ્રાષિકી ક્રિયા લાગે છે. જીવોમાં સક્રિયત્ન અને અક્રિયત્ન:|७ जीवा णं भंते ! किं सकिरिया अकिरिया ? गोयमा ! जीवा सकिरिया वि अकिरिया वि । से केणटेणं भंते ! एवं वुच्चइ- जीवा सकिरिया वि अकिरिया वि?
गोयमा ! जीवा दुविहा पण्णत्ता, तं जहा- संसारसमावण्णगा य असंसारसमावण्णगा य । तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा, सिद्धा णं अकिरिया । तत्थ णं जे ते संसारसमावण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा- सेलेसिपडिवण्णगा य असेलेसि-पडिवण्णगा य ।।
तत्थ णं जे ते सेलेसिपडिवण्णगा ते णं अकिरिया । तत्थ णं जे ते असेलेसिपडिवण्णगा ते णं सकिरिया । से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ- जीवा सकिरिया वि अकिरिया वि । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જીવો સક્રિય છે કે અક્રિય છે? ઉત્તર- હે ગૌતમ! જીવો સક્રિય પણ છે અને અક્રિય પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવો સક્રિય પણ છે અને અક્રિય પણ છે?
ઉત્તર- હે ગૌતમ! જીવોના બે પ્રકાર છે, જેમ કે – સંસારસમાપનક અને અસંસારસમાપનક. તેમાં જે અસંસારસમાપનક છે, તે સિદ્ધ જીવો છે. સિદ્ધ જીવો અક્રિય હોય છે અને જે સંસારસમાપનક છે તેના બે પ્રકાર છે, જેમ કે– શૈલેશી પ્રતિપન્નક અને અશૈલેશી પ્રતિપન્નક.
તેમાંથી જે શૈલેશી પ્રતિપન્નક છે, તે અક્રિય છે અને જે અશૈલેશી પ્રતિપન્નક છે, તે સક્રિય છે. તે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે જીવ સક્રિય પણ છે અને અક્રિય પણ છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સક્રિય અને અક્રિય જીવોનું નિરૂપણ છે.
સકિય-પૂર્વોક્ત પાંચ પ્રકારમાંથી કોઈ પણ ક્રિયાઓથી યુક્ત હોય તે. અકિયસમસ્તક્રિયાઓથી રહિત હોય છે. જ્યાં સુધી મન, વચન કે કાયાના યોગની સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિ ચાલુ હોય ત્યાં સુધી પ્રત્યેક સંસારી જીવ સક્રિય હોય છે.
. તે ગૌતમ! જીવ-જીવો છે. સિકકા પ્રતિપન્નક