________________
|
દર
]
શ્રી પન્નવણા રૂa: ભાગ-૩
| ६ पाणाइवायकिरिया णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- जे णं अप्पाणं वा परं वा तदुभयं वा जीवियाओ ववरोवेइ । से तं पाणाइवायकिरिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાત ક્રિયાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પ્રકાર છે, જેમ કે - પોતાને, બીજાને કે સ્વ-પર બંનેને જીવન રહિત કરી દેવા તે ત્રિવિધ પ્રાણાતિપાત ક્રિયા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્રિયાના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. કિયા - જૈનદર્શનમાં ક્રિયા એટલે કરવું માત્ર નહીં પરંતુ કર્મબંધના કારણભૂત કાયિક, વાચિક કે માનસિક પ્રત્યેક ચેષ્ટાને ક્રિયા કહે છે. જ્યાં સુધી જીવ સક્રિય(ઉક્ત ક્રિયા સહિત) છે ત્યાં સુધી તેને અવશ્ય કર્મબંધ થાય છે. (૧) કાયિકીમિયા - કાયાથી થતી ક્રિયા તે કાયિકી ક્રિયા છે. તેના બે ભેદ છે– અનુપરત કાયિકીરિયાપ્રાણાતિપાત આદિ પાપથી અવિરત જીવોની કાયિક પ્રવૃત્તિ. તે અવિરત જીવોને હોય છે અર્થાતુ પ્રથમ ચાર ગુણસ્થાન સુધી હોય છે. દુwયક્ત કાયિકી કિયા- પાપ પ્રવૃત્તિમાં પ્રયુક્ત કાયા દ્વારા લાગતી ક્રિયા અથવા અસાવધાનીથી પ્રયુક્ત શરીર દ્વારા લાગતી ક્રિયા. આ ક્રિયા પ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી અર્થાત્ પ્રથમ છે ગુણસ્થાન સુધી હોય છે. છઠ્ઠા ગુણસ્થાનના જીવો પાપ પ્રવૃત્તિથી વિરત હોવા છતાં પ્રમાદવશ તેની કાયા પણ દુષ્પયુક્ત થઈ જાય છે. (૨) અધિકરણિકીરિયા:- તલવાર, ચક્રાદિ શસ્ત્રો અધિકરણ છે. તે અધિકરણોના નિમિત્તથી થતી ક્રિયા, તે અધિકરણિકી ક્રિયા છે. તેના બે ભેદ છે– સંયોજનાધિકરણકિયા- સંયોજન=જોડવું. શસ્ત્રોના જુદા-જુદા ભાગ ભેગા કરીને એક શસ્ત્ર કે યંત્ર બનાવવું. દા.ત. કુહાડીના પાનામાં લાકડાનો હાથો સંયુક્ત કરવો. નિર્વર્તનાધિકરણ ક્રિયા- નિર્વર્તનઃરચના. તલવાર, ભાલા વગેરે શસ્ત્રોની રચના કરવી, નવા બનાવવા. (૩) પ્રાષિકીરિયા – પ્રદ્વેષ, મત્સર ભાવોના નિમિત્તથી થતી ક્રિયા, તે પ્રાષિકી ક્રિયા છે. તેના ત્રણ ભેદ છે-૧.સ્વપ્રાàષિકી ક્રિયા પોતાના માટે અશુભચિંતન કરવું. જેમ કે ક્યારેક પોતાના દુષ્કૃત્યનું દુષ્ટપરિણામ જાણીને વ્યક્તિ સ્વયં પોતાના પર દ્વેષ કરે. ૨.પરપ્રાષિકી–બીજા પર દ્વેષ કરવો, બીજા માટે અશુભચિંતન કરવું. ૩. સ્વ-પર(તદુભય) પ્રાષિકી- સ્વ-પર બંને ઉપર દ્વેષ કરવો, બંને માટે અશુભ ચિંતવના કરવી. (૪) પારિતાપનિકી ક્રિયા :- પરિતાપના એટલે પીડા. પીડાના નિમિત્તે થયેલી,કરાયેલી ક્રિયા અથવા પરિતાપરૂપ ક્રિયા, તે પારિતાપનિકી ક્રિયા છે. તેના પણ ત્રણ ભેદ છે– ૧. સ્વપારિતાપનિકી ક્રિયા- પોતાને અશાતા ઉત્પન્ન થાય, તેવી ક્રિયા કરવી તે. ૨.પરંપરિતાપનિકી ક્રિયા-બીજાને અશાતા ઉત્પન્ન થાય, તેવી ક્રિયા કરવી તે. ૩. તદુર્ભયપરિતાપનિકી ક્રિયા-પોતાને અને પરને અશાતા ઉત્પન્ન થાય,તેવી ક્રિયા કરવી.
પારિતાપનિકી ક્રિયાનો આધાર આશયની શુદ્ધિ કે અશુદ્ધિ છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાનના પરિણામ સહિત સ્વ કે પરને પીડા પહોંચાડવાથી પારિતાપનિકી ક્રિયા લાગે છે પરંતુ આત્મસાધનાના લક્ષે લોચ, વિહાર, આતાપના આદિ અનુષ્ઠાનોનું આચરણ કરતાં સ્વ કે પરને પીડા ઉત્પન્ન થાય, તો પણ આશયશુદ્ધિ હોવાથી પારિતાપનિકી ક્રિયા લાગતી નથી.