________________
બાવસી પદ કિયા
2
૬૧ |
બાવીસમું પદ: ક્રિયા 27/TB2PEEEEEE ક્રિયાના ભેદ-પ્રભેદ - | १ कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ? गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया, अहिगरणिया, पाओसिया, पारियावणिया, पाणाइवायकिरिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ક્રિયાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ક્રિયાના પાંચ પ્રકાર છે, જેમ કે – (૧) કાયિકી ક્રિયા (૨) અધિકરણિકી ક્રિયા (૩) પ્રાષિકી ક્રિયા (૪) પારિતાપનિકી ક્રિયા અને (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા. | २ काइया णं भंते ! किरिया कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- अणुवरयकाइया य, दुप्पउत्तकाइया य । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કાયિકી ક્રિયાના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! બે પ્રકાર છે, જેમ કે– અનુપરતકાયિકી ક્રિયા અને દુષ્પયુક્તકાયિકી ક્રિયા.
३ आहिगरणिया णं भंते ! किरिया कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- संजोयणाहिगरणिया य णिव्वत्तणाहिगरणिया य । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન!અધિકરણિકી ક્રિયાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, જેમ કે– સંયોજનાધિકરણિકી ક્રિયા અને નિર્વર્તનાધિકરણિકી ક્રિયા. | ४ पाओसिया णं भंते ! किरिया कइविहा पण्णता? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- जेणं अप्पणो वा परस्स वा तदुभयस्स वा असुभं मणं संपधारेइ । से तं पाओसिया किरिया । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પ્રાષિકી ક્રિયાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ પ્રકાર છે, જેમ કે- જેનાથી પોતાના પ્રતિ, બીજાના પ્રતિ અને સ્વ-પર બંને પ્રતિ અશુભ વિચારણા કરાય, તે ત્રિવિધ પ્રાષિકી ક્રિયા છે.
५ पारियावणिया णं भंते ! किरिया कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- जे णं अप्पणो वा परस्स वा तदुभयस्स वा असायं वेदणं उदीरेति । से तं पारियावणिया किरिया । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પારિતાપનિકી ક્રિયાના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ પ્રકાર છે. જેમ કે – જેનાથી સ્વને માટે, પરને માટે કે સ્વ-પર બંનેને માટે અશાતા(દુઃખરૂ૫) વેદના ઉત્પન્ન કરાય તે ત્રિવિધ પારિતાપનિકી ક્રિયા છે.