________________
[ ૬૦ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
જીવો આઠ કર્મ બાંધે છે. શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય. (૧) સર્વ જીવો સાત કર્મ બાંધે છે. (૨) અનેક જીવો સાતકર્મ બાંધે, એક જીવ આઠ કર્મ બાંધે છે. (૩) અનેક જીવો સાતકર્મ બાંધે, અનેક જીવો આઠ કર્મ બાંધે છે. આરલ્મિકી આદિ પાંચ કિયા - (૧) જીવહિંસાથી થતી ક્રિયા તે આરંભિકી ક્રિયા. (૨)મૂર્છાભાવથી થતી ક્રિયા તે પારિગ્રહિકીક્રિયા (૩) કષાયજન્યક્રિયા તે માયાપ્રત્યયાક્રિયા. (૪) અવિરતિના પરિણામોથી થતી ક્રિયા તે અપ્રત્યાખ્યાન ક્રિયા (૫) મિથ્યાત્વજન્ય ક્રિયા તે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે.
૨૪ દંડકના જીવોમાં પાંચ ક્રિયાઓ હોય છે. મિથ્યાદર્શન ક્રિયા પ્રથમ ત્રણ ગુણસ્થાન સુધી, અપ્રત્યાખ્યાન ક્રિયા પ્રથમ ચાર ગુણસ્થાન સુધી, પારિગ્રહિક ક્રિયા પ્રથમ પાંચ ગુણસ્થાન સુધી, આરંભિકી ક્રિયા પ્રથમ છ ગુણસ્થાન સુધી અને માયાપ્રત્યયા ક્રિયા પ્રથમ દશ ગુણસ્થાન સુધી હોય છે.
૨૪ દંડકના જીવોમાં તે તે જીવોના ગુણસ્થાન અનુસાર ક્રિયાનો સદ્ભાવ જાણી શકાય છે. આ પાંચે ક્રિયાનો અભાવ જીવના અધ્યાત્મ વિકાસને સૂચિત કરે છે.
સૂત્રકારે પાંચે ક્રિયાના પરસ્પર સંબંધને સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોની અપેક્ષાએ સ્પષ્ટ કર્યા છે. પાપસ્થાનથી વિરત અને કર્મબંધ – મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવો સર્વ પાપથી વિરત થઈ શકતા નથી. મનુષ્ય અઢાર પાપસ્થાનથી વિરત થાય, તો તે આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા તે જીવ અબંધક પણ હોય છે. સૂત્રમાં કર્મબંધના વિવિધ વિકલ્પોની અપેક્ષાએ તેના ૨૭ ભંગનું કથન કર્યું છે. પાપસ્થાનોથી વિરત જીવને કિયા - આ પાંચે ક્રિયા પાપપ્રવૃત્તિના સેવનથી લાગે છે. મિથ્યાત્વી જીવને પાંચ ક્રિયા લાગે છે. મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ થાય ત્યારે પ્રથમ ચાર ક્રિયાની ભજના થાય છે. પ્રાણાતિપાત આદિ સત્તર વાપસ્થાનથી વિરત જીવને આરંભિયા અને માયાવત્તિયા બે જ ક્રિયા ભજનાથી હોય છે. સમસ્ત સંસારી જીવોમાંથી મનુષ્યો અઢારે પાપથી વિરત થઈ શકે છે. નારકી, દેવતા અને તિર્યંચ પંચેન્દ્રિય એક મિથ્યાદર્શનશલ્યથી વિરત થઈ શકે છે. પાંચ સ્થાવર જીવો અને ત્રણ વિક્લેન્દ્રિયો એક પણ પાપસ્થાનથી વિરત થઈ શકતા નથી, તેથી તેને પાંચે ક્રિયા અવશ્ય લાગે છે.
અંતમાં પાંચ ક્રિયાના અલ્પબદુત્વનું કથન છે. આ રીતે વિવિધ દષ્ટિકોણથી ક્રિયાના વિસ્તૃત વર્ણન સાથે ક્રિયાપદ પૂર્ણ થાય છે.