________________
એકવીસમું પદ: અવગાહના સંસ્થાન
[ ૫૩ ]
દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ શરીરોનું અલ્પબદુત્વઃ११९ एएसि णं भंते ! ओरालिय-वेउविय-आहारग-तेयग-कम्मसरीराणं दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा आहारगसरीरा दव्वट्ठयाए, वेउव्वियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, तेयग-कम्मगसरीरा दो वि तुल्ला दव्वट्ठयाए अणंतगुणा;
पएसट्ठयाए- सव्वत्थोवा आहारगसरीरा पएसट्ठयाए, वेउब्वियसरीरापएसट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा पएसट्टयाए असंखेज्जगुणा, तेयगसरीरा पएसट्टयाए अणंतगुणा, कम्मगसरीरा पएसट्टयाए अणंतगुणा; ___दव्वट्ठपएसट्टयाए- सव्वत्थोवा आहारगसरीरा दव्वट्टयाए, वेउव्वियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरेहिंतो दव्वट्ठयाए आहारगसरीरा पएसट्ठयाए अणंतगुणा, वेउव्वियसरीरा पएसट्टयाए असंखेज्जगुणा, ओरालियसरीरा पएसट्टयाए असंखेज्जगुणा, तेयाकम्मगसरीरा दो वि तुल्ला दव्वट्ठयाए अणंतगुणा, तेयगसरीरा पएसट्ठयाए अणंतगुणा, कम्मगसरीरा पएसट्ठयाए अणतगुणा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ, આ પાંચ શરીરોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ, તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ સર્વથી થોડા આહારક શરીર છે. તેનાથી વિક્રિય શરીરદ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. તેનાથી ઔદારિક શરીર દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. તેનાથી તૈજસ અને કાર્મણ શરીર બંને તુલ્ય છે, પરંતુ ઔદારિક શરીરથી અનંતગુણા છે. પ્રદેશોની અપેક્ષાએ :- સર્વથી થોડા આહારક શરીરના પ્રદેશો છે. તેનાથી પ્રદેશોની અપેક્ષાએ વૈક્રિય શરીર અસંખ્યાતણા છે. તેનાથી પ્રદેશોની અપેક્ષાએ ઔદારિક શરીર અસંખ્યાતગુણા છે. તેનાથી તૈજસ શરીર પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા છે. તેનાથી કાર્પણ શરીર પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા છે. દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષાએઃ- સર્વથી થોડા દ્રવ્યની અપેક્ષાએ આહારક શરીર છે. તેનાથી વૈક્રિય શરીર દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. તેનાથી ઔદારિક શરીર દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. ઔદારિક શરીરોના દ્રવ્યથી આહારક શરીર પ્રદેશોની અપેક્ષાએ અનંતણા છે. તેનાથી વૈક્રિય શરીર પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. તેનાથી ઔદારિક શરીર પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. તૈજસ અને કાર્પણ બંને શરીર, દ્રવ્યની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે તથા ઔદારિક શરીરના પ્રદેશોથી અનંતગુણા છે. તેનાથી પ્રદેશોની અપેક્ષાએ તૈજસ શરીર અનંતગુણા છે. તેનાથી પ્રદેશોની અપેક્ષાએ કાર્પણ શરીર અનંતગુણા છે. વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં પાંચ શરીરોના અલ્પબદુત્વની વિચારણા દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી કરી છે.