________________
પર
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંયોગ દ્વારના માધ્યમે પાંચ શરીરોની પરસ્પર નિયમા-ભજનાનું કથન છે. પાંચ શરીરમાંથી ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર સ્થૂલ શરીર છે અને તૈજસ-કાર્મવ્ર શરીર સૂક્ષ્મ છે. કોઈ પણ સ્થૂલ શરીર સાથે તૈજસ-કાર્યણ શરીર અવશ્ય હોય જ છે. આ સૂત્રોમાં સર્વ શરીરોની પરસ્પર વૈકલ્પિક વિચારણા છે.
ઔદારિક શરીરનો વૈક્રિય અને આહારક સાથે વૈકલ્પિક સંબંધ છે. મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને જન્મથી ઔદારિક શરીર હોય છે. તે જીવોને વૈક્રિય અને આહારક શરીર લબ્ધિજન્ય હોય છે, તેથી જે જીવોને વૈક્રિય અને આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તે જીવો વૈક્રિય કે આહારક શરીર બનાવી શકે છે. અન્ય ઔદારિક શરીરી જીવોને વૈક્રિય કે આહારક શરીર હોતા નથી, તેથી ઔદારિક શરીરનો વૈક્રિય અને આહારક શરીર સાથે વૈકલ્પિક સંબંધ હોય છે અને તૈજસ કાર્મણ શરીર સાથે નિયમા સંબંધ છે.
વૈક્રિય શરીરનો ઔદારિક શરીર સાથે વૈકલ્પિક સંબંધ છે કારણ કે નારકી અને દેવોને જન્મથી જ વૈક્રિય શરીર હોય છે અને વૈક્રિય શરીર સાથે ઔદારિક શરીર નથી. મનુષ્ય અને તિર્યંચોમાં કોઈકને લબ્ધિજન્ય વૈક્રિયશરીર હોય છે, તેને ઔદારિક શરીર અવશ્ય હોય છે. વૈક્રિયશરીરનો આહારકશરીર સાથે સંબંધ હોતો નથી. મનુષ્યોને વૈક્રિય અને આહારક બંને લબ્ધિ એક સાથે હોય શકે છે, પરંતુ બંને લબ્ધિનો પ્રયોગ સાથે ન હોવાથી બંને શરીરો સાથે હોતા નથી. વૈક્રિય શરીરનો તૈજસ કાર્યણ શરીર સાથે નિયમતઃ સંબંધ છે.
આહારક શરીરનો ઔદારિકશરીર સાથે નિયમતઃ સંબંધ હોય છે, કારણ કે ચૌદ પૂર્વધર મુનિને જ આહારકલબ્ધિ પ્રગટ થાય છે, તેને ઔદારિક શરીર અવશ્ય હોય છે. આહારક શરીરનો વૈક્રિય શરીર સાથે સંબંધ હોતો નથી કારણ કે આ બંને શરીર સાથે થતા નથી. આહારક શરીરનો તેજસ-કાર્યણ શરીર સાથે નિયમા સંબંધ છે.
તૈજસ કાર્યણ શરીરનો ત્રણે સ્થૂલ શરીર સાથે વૈકલ્પિક સંબંધ છે, કારણ કે જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને, સ્થૂલ શરીરને છોડીને પરભવમાં ઉત્પન્ન થવા માટે જતો હોય, ત્યારે વિગ્રહગતિમાં તૈજસ-કાર્મણ, આ બંને સૂક્ષ્મ શરીર જ હોય છે. ઔદારિક આદિ સ્થૂલ શરીર હોતા નથી, પરંતુ વિગ્રહગતિ સિવાયના અન્ય કોઈ પણ સમયે ઔદારિક આદિ ત્રણે સ્થૂલ શરીર સાથે તૈજસ-કાર્મણ શરીર અવશ્ય હોય છે.
તૈજસ-કાર્મણ શરીર પરસ્પર સહચારી છે તેથી તૈજસ શરીરનો કાર્મણ શરીર સાથે અને કાર્મણ શરીરનો તેજસ શરીર સાથે નિયમા સંબંધ હોય છે.
પાંચ શરીરોનો પરસ્પર સંબંધ –
શરીર
દારિક શરીર
૧. ઔદારિકનો
૨. વૈયિનો
વૈકલ્પિક (ભજનાથી) નિયમા
૩. આહારકનો
૪. તૈજસ-કાર્યણનો વૈકલ્પિક(ભજનાથી)| વૈકલ્પિક (ભજનાથી) વૈકલ્પિક ભજનાવી)
સંકેત : (−) = જે શરીરની પૃચ્છા છે તે સ્વયં. (×) - સંબંધ નથી એટલે તે બંને એકી સાથે હોતા નથી.
વૈકિય શરીર આહારક શરીર તૈજસ-કાર્પણ શરીર વૈકલ્પિક(ભજનાથી) વૈકલ્પિક(ભજનાથી)
*
*
નિયમા નિયમા
નિયમા