________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
કદાચિત્ હોતું નથી, પરંતુ જેને આહારક શરીર હોય છે, તેને નિયમા ઔદારિક શરીર હોય છે. ११६ जस्स णं भंते ! ओरालियसरीरं तस्स तेयगसरीरं ? जस्स तेयगसरीरं तस्स ओरालिय- सरीरं ? गोयमा ! जस्स ओरालियसरीरं तस्स तेयगसरीरं णियमा अत्थि, जस्स पुण तेयगसरीरं तस्स ओरालियसरीरं सिय अत्थि सिय णत्थि । एवं कम्मगसरीरं पि । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જેને ઔદારિક શરીર હોય છે તેને શું તૈજસ શરીર હોય છે ? અને જેને તૈજસ શરીર હોય છે, તેને શું ઔદારિક શરીર હોય છે ?
૫૧
ઉત્તર– હે ગૌતમ ! જેને ઔદારિક શરીર હોય છે, તેને નિયમા તૈજસ શરીર હોય છે પરંતુ જેને તૈજસ શરીર હોય છે, તેને ઔદારિક શરીર કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતું નથી. આ જ રીતે ઔદારિક શરીર સાથે કાર્મણ શરીરનો સંયોગ પણ સમજી લેવો જોઈએ.
११७ जस्स णं भंते ! वेडव्वियसरीरं तस्स आहारगसरीरं ? जस्स आहारगसरीरं तस्स वेडव्वियसरीरं ?
गोयमा ! जस्स वेडव्वियसरीरं तस्साहारगसरीरं णत्थि, जस्स वि य आहारगसरीरं तस्स वि वेडव्वियसरीरं णत्थि । तेया-कम्माई जहा ओरालिएण समं तहेव । आहारगसरीरेण वि समं तेया- कम्माई चारेयव्वाणि ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જેને વૈક્રિય શરીર હોય છે, તેને શું આહારક શરીર હોય છે ? તથા જેને આહારક શરીર હોય છે, તેને શું વૈક્રિય શરીર હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેને વૈક્રિય શરીર હોય છે, તેને આહા૨ક શરી૨ હોતું નથી અને જેને આહારક શરીર હોય છે, તેને વૈક્રિય શરીર હોતું નથી. જે રીતે ઔદારિક શરીર સાથે તૈજસ અને કાર્પણના સંયોગનું કથન કર્યું છે, તે જ રીતે વૈક્રિય અને આહારક શરીરની સાથે પણ તૈજસ-કાર્યણના સંયોગનું કથન કરવું જોઈએ.
११८ जस्स णं भंते ! तेयगसरीरं तस्स कम्मगसरीरं ? जस्स कम्मगसरीरं तस्स तेयगसरीरं ?
गोयमा ! जस्स तेयगसरीरं तस्स कम्मगसरीरं णियमा अत्थि, जस्स वि कम्मगसरीरं तस्स वि तेयगसरीरं णियमा अत्थि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જેને તૈજસ શરીર હોય છે, તેને શું કાર્યણ શરીર હોય છે ? જેને કાર્પણ શરીર હોય છે, તેને શું તૈજસ શરીર હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેને તૈજસ શરીર હોય છે, તેને કાર્યણ શરીર અવશ્ય હોય છે અને જેને કાર્પણ શરીર હોય છે, તેને અવશ્ય તૈજસ શરીર હોય છે.