________________
[ ૫૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ચય-ઉપચય અને અપચયઃ- ચય પુલોનું સંચિત થવું, એકત્રિત થવું, એકઠા થવું, ઉપચય= પ્રચુર માત્રામાં સંચિત થવું, એકઠું થવું, વધવું અને અપચય પુદ્ગલોનો હ્રાસ થવો, ઘટવું અથવા દૂર થવું.
જે જીવો લોકાંત સિવાયના લોકક્ષેત્રમાં હોય તે જીવોને એક પણ દિશામાં અલોકનો વ્યાઘાત થતો નથી, તેથી તે જીવો નિઘાતની અપેક્ષાએ છએ દિશામાંથી પુગલો ગ્રહણ કરે છે અને જે જીવો લોકાંતે નિષ્ફટોમાં હોય, તે જીવોની જેટલી દિશામાં અલોક આવે, તેટલી દિશામાંથી પુગલો ગ્રહણ કરી શકાતા નથી તેથી તે જીવોને અલોકના વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી પુદ્ગલો ગ્રહણ થાય છે.
ઔદારિક, તૈજસ અને કાર્મણશરીરી જીવો સમગ્ર લોકમાં હોવાથી લોકાંતનાનિષ્ફટ-ખૂણાના પ્રદેશોમાં પણ હોય છે, ત્યાં તે ત્રણ શરીરી જીવો વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી પુદ્ગલોનો ચય અને ઉપચય કરે છે અને આ ત્રણે શરીરી જીવો લોકના મધ્ય ભાગોના કોઈ પણ ક્ષેત્રમાં હોય, તો નિર્વાઘાતની અપેક્ષાએ છ દિશામાંથી પુગલોનો ચય-ઉપચય કરે છે.
વક્રિય અને આહારક શરીરી જીવો લોકાંત પ્રદેશોમાં હોતા નથી, તેથી તે જીવોને કોઈ દિશામાં અલોકનો વ્યાઘાત ન હોવાથી છ દિશામાંથી પુદ્ગલોનો ચય-ઉપચય કરે છે.
જે જીવ જેટલી દિશામાંથી પુદ્ગલો ગ્રહણ કરે, તેટલી દિશામાં જ તેના પગલો વિખેરાય છે, તેથી ચય-ઉપચયની જેમ જ અપચય પણ વ્યાઘાત આશ્રી ત્રણ, ચાર કે પાંચ દિશામાં અને નિર્વાઘાત આશ્રી છએ દિશામાં થાય છે. શરીર સંયોગદ્વાર : પરસ્પર નિચમા ભજના :११४ जस्स णं भंते ! ओरालियसरीरं तस्स णं वेउब्वियसरीरं ? जस्स वेउव्वियसरीरं तस्स ओरालियसरीरं ?
गोयमा ! जस्स ओरालियसरीरं तस्स वेउव्वियसरीरं सिय अत्थि सिय पत्थि, जस्स वेउव्वियसरीरं तस्स ओरालियसरीरं सिय अस्थि सिय णत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવને ઔદારિક શરીર હોય છે, તેને શું વૈક્રિય શરીર હોય છે? અને જેને વૈક્રિય શરીર હોય છે, તેને શું ઔદારિક શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ!જેને ઔદારિક શરીર હોય છે, તેને વૈક્રિય શરીર કદાચિતુ હોય છે અને કદાચિતુ હોતું નથી અને જેને વૈક્રિય શરીર હોય છે, તેને ઔદારિક શરીર કદાચિતુ હોય છે અને કદાચિતું હોતું નથી. ११५ जस्स णं भंते ! ओरालियसरीरं तस्स आहारगसरीरं? जस्स आहारगसरीरं तस्स ओरालियसरीरं ? गोयमा ! जस्स ओरालियसरीरं तस्स आहारगसरीरं सिय अत्थि सिय णत्थि, जस्स पुण आहारगसरीरं तस्स ओरालियसरीरं णियमा अस्थि । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! જેને ઔદારિક શરીર હોય છે, તેને શું આહારક શરીર હોય છે? અને જેને આહારક શરીર હોય છે, તેને શું ઔદારિક હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેને ઔદારિક શરીર હોય છે તેને આહારક શરીર કદાચિતું હોય છે અને