________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
एगिंदिय-कम्मगसरीरे जाव पंचेंदिय कम्मगसरीरे एवं जहेव तेयगसरीरस्स भेओ, संठाणं, ओगाहणा य भणिया तहेव णिरवसेसं भाणियव्वं जाव अणुत्तरोववाइय त्ति । ભાવાર્થ:- પ્રશ્ન—– હે ભગવન્ ! કાર્યણ શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય કાર્મણ શરીર યાવત્ પંચેન્દ્રિય કાર્મણ શરી૨. જે રીતે તૈજસ શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું કથન છે, તે જ રીતે કાર્યણ શરીરના ભેદ, સંસ્થાનાદિનું કથન કરવું જોઈએ.
વિવેચનઃ
૪૯
તૈજસશરી૨ અને કાર્યણશરીર સહચારી છે, બંનેનો અવિનાભાવી સંબંધ છે. જીવ જ્યારે સર્વ કર્મોથી મુક્ત થાય, ત્યારે જ તૈજસ-કાર્મણ બંને શરીર એક સાથે છૂટે છે. તેથી બંને શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહના એક સમાન છે.
પુદ્ગલ ચયન દ્વાર :
१११ ओरालियसरीरस्स णं भंते ! कइदिसिं पोग्गला चिज्जंति ? गोयमा ! णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક શરીરના પુદ્ગલોનો ચય કેટલી દિશામાંથી થાય છે ? ઉત્તરહે ગૌતમ ! નિર્વ્યાઘાતની અપેક્ષાએ છ દિશામાંથી અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચિત્ ત્રણ દિશામાંથી, કદાચિત્ ચાર દિશામાંથી અને કદાચિત્ પાંચ દિશામાંથી પુદ્ગલો એકઠા(ચય) થાય છે.
| वेडव्वियसरीरस्स णं भंते ! कइदिसिं पोग्गला चिज्जंति ? गोयमा ! णियमा छद्दिसिं । एवं आहारगसरीरस्स वि । तेया- कम्मगाणं जहा ओरालियसरीरस्स । ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! વૈક્રિય શરીરના પુદ્ગલોનો ચય કેટલી દિશામાંથી થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! નિયમા છ દિશામાંથી પુદ્ગલોનો ચય થાય છે. આ જ રીતે આહારકશરીર માટે પણ નિયમા છ દિશામાંથી પુદ્ગલોનો ચય થાય છે. તૈજસ અને કાર્મણ શરીરના પુદ્ગલોનો ચય ઔદારિકશરીરની જેમ ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી થાય છે.
११३ ओरालियसरीरस्स णं भंते ! कइदिसिं पोग्गला उवचिज्जंति ? गोयमा ! एवं चेव जाव कम्मगसरीरस्स । एवं जहा उवचिज्जति तहेव अवचिज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિકશરીરના પુદ્ગલોનો ઉપચય કેટલી દિશામાંથી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ચય પ્રમાણે જ ઉપચય યાવત્ કાર્મણશરી૨ સુધી જાણવું જોઈએ. ઔદારિકાદિ શરીરોના પુદ્ગલોના ઉપચયની જેમ તેનો અપચય પણ થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ શરીર યોગ્ય પુદ્ગલોના ચય, ઉપચય અને અપચય સંબંધી વિચારણા છે.