________________
[૫૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
દ્રવ્યની અપેક્ષાએ- (૧) સર્વથી થોડા આહારક શરીર છે. આહારક શરીર ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. (૨) તેનાથી વૈક્રિય શરીર અસંખ્યાતણા છે. કારણ કે સમસ્ત નારકી-દેવતાને તથા કેટલાક તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને બાદર વાયુકાયિકોને વૈક્રિય શરીર હોય છે. (૩) તેનાથી ઔદારિક શરીર અસંખ્યાતગુણા છે, કારણ કે એકેન્દ્રિયાદિ સમસ્ત તિર્યંચ અને મનુષ્યોને ઔદારિક શરીર હોય છે.(૪-૫) તેજસ અને કાર્મણ બંને શરીર સહચારી હોવાથી સંખ્યામાં સમાન છે, પરંતુ ઔદારિક શરીરથી અનંતગુણા છે. કારણ કે સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવો અનંતાનંત છે, તેમાં અનંત જીવો વચ્ચે ઔદારિક શરીર તો એક જ હોય છે, પરંતુ તૈજસ-કાર્પણ શરીર સ્વતંત્ર હોય છે, તેથી ઔદારિક શરીર કરતાં તૈજસ-કાર્પણ શરીર અનંતગુણા છે. લોકમાં ઔદારિક શરીર અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે અને તૈજસ-કાશ્મણ શરીર અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. પ્રદેશોની અપેક્ષાએ - સામાન્ય રીતે પાંચે શરીર ક્રમશઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ વર્ગણાઓથી બનેલા હોય છે. ઔદારિક વર્ગણાથી વૈક્રિય વર્ગણા સૂક્ષ્મ હોય છે, તેમાં અનંત પરમાણુઓ અધિક હોય છે.
વૈક્રિય વર્ગણાથી આહારક વર્ગણા સૂક્ષ્મ હોય છે, તેથી એક ઔદારિક શરીરના પ્રદેશોથી એક વૈક્રિય શરીરના પ્રદેશો અનંતગુણા અધિક હોય, એક વૈક્રિય શરીરના પ્રદેશોથી એક આહારક શરીરના પ્રદેશો અનંતગુણા અધિક થાય છે પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં લોકમાં રહેલા સમસ્ત ઔદારિક આદિ શરીરોના પ્રદેશોની અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન હોવાથી સર્વથી થોડા આહારક શરીરના પ્રદેશો અલ્પ થાય છે.
(૧) સર્વથી થોડા આહારક શરીરોના પ્રદેશો છે કારણ કે આહારક શરીરની અવગાહના અને સંખ્યા લોકમાં અલ્પ જ હોય છે. (૨) તેનાથી વૈક્રિય શરીરોના પ્રદેશો અસંખ્યાતગુણા છે કારણ કે વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક લાખ યોજનની છે અને તે ચારે ગતિમાં હોય છે. આ રીતે અવગાહના અને સંખ્યા વધુ હોવાથી તેના પ્રદેશો આહારક શરીરોના પ્રદેશોથી અસંખ્યાતગુણા અધિક થાય છે. (૩) તેનાથી ઔદારિક શરીરોના પ્રદેશો અસંખ્યાતગુણા છે કારણ કે વૈક્રિય શરીરથી ઔદારિક શરીર અસંખ્યાતગુણા છે. વૈક્રિય શરીર અસંખ્યાત શ્રેણીના આકાશપ્રદેશ પ્રમાણ છે અને ઔદારિક શરીર અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, તેથી તેના પ્રદેશો અસંખ્યાત ગુણ અધિક છે. (૪) તેનાથી તૈજસ શરીરોના પ્રદેશો અનંતગુણા છે કારણ કે તે ઔદારિક શરીરથી અનંતગુણા છે. (૫) તેનાથી કાર્પણ શરીરોના પ્રદેશો અનંતગુણા છે. તૈજસ-કાશ્મણ શરીર સંખ્યામાં એક સમાન છે તેમ છતાં તૈજસ વર્ગણાથી કાર્મણ વર્ગણા સૂક્ષ્મ છે તેથી તૈજસ શરીરના પ્રદેશોથી કાર્પણ શરીરના પ્રદેશો અનંતગુણા થાય છે. દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએઃ- (૧) દ્રવ્યની અપેક્ષાએ સર્વથી થોડા આહારક શરીર છે (૨) તેનાથી દ્રવ્યની અપેક્ષાએ વૈક્રિયશરીર અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી દ્રવ્યની અપેક્ષાએ ઔદારિક શરીર અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી આહારક શરીરના પ્રદેશો અનંતગુણા છે કારણ કે ઉપરોક્ત ત્રણે શરીર મળીને અસંખ્ય છે
જ્યારે એક આહારક શરીરના પ્રદેશો અનંત છે. (૫) તેનાથી વૈક્રિય શરીરના પ્રદેશો અસંખ્યાતગુણા છે કારણ કે આહારક શરીરથી વૈક્રિય શરીર અસંખ્યાતણા છે, તેથી તેના પ્રદેશો વધુ થઈ જાય છે. (૬) તેનાથી ઔદારિક શરીર અસંખ્યાતગુણા હોવાથી તેના પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૭-૮) તેનાથી દ્રવ્યની અપેક્ષાએ તૈજસ-કાર્પણ શરીર પરસ્પર તુલ્ય છે અને ઔદારિક શરીરના પ્રદેશોથી અનંતગુણા છે, કારણ કે અનંતાનંત સંસારી જીવોને તૈજસ-કાશ્મણ શરીર હોય છે. (૯) તેનાથી તૈજસ શરીરના પ્રદેશો અનંતગુણા છે કારણ કે એક તેજસ શરીરમાં અનંતાનંત પ્રદેશો હોય છે. (૧૦) તેનાથી કાર્પણ શરીરના પ્રદેશો અનંતગુણા છે કારણ કે કાર્મણ શરીર અત્યંત સૂક્ષ્મ છે તેથી તેના પ્રદેશો સંખ્યામાં અનંતગુણા વધી જાય છે.