________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
[ ૪૫ ]
अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे जाव महापायालाणं दोच्चे तिभागे, तिरियं जाव सयंभु-रमणसमुद्दे, उड्डे जाव अच्चुओ कप्पो । एवं जाव सहस्सारदेवस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતથી સમવહત સનસ્કુમારદેવના તૈજસશરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સનસ્કુમાર દેવોના તૈજસ શરીરની અવગાહના પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ છે તથા લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ નીચે મહાપાતાળ કળશના બીજા ત્રિભાગ સુધી, તિરછી સ્વયંભૂરમણસમુદ્ર સુધી અને ઉપર અશ્રુતકલ્પ સુધી હોય છે. તે જ રીતે યાવતુ સહસાર દેવલોકના દેવોના તૈજસ શરીરની અવગાહના જાણવી જોઈએ. १०८ आणयदेवस्सणं भंते !मारणंतियसमुग्घाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
गोयमा ! सरीरपमाणमेत्ता विक्खंभ-बाहल्लेणं; आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे जाव अहेलोइयगामा, तिरियं जाव मणूसखेत्ते, उड्ढे जाव अच्चुओ कप्पो । एवं जाव आरणदेवस्स । अच्चुयदेवस्स वि एवं चेव, णवरं- उड्डे जाव सगाई विमाणाई ।। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! મારણાંતિક-સમુઘાતથી સમવહત આનતદેવના તૈજસ શરીરની અવગાહના કેટલી છે?
- હે ગૌતમ! આનત દેવોના તૈજસ શરીરની અવગાહના પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ છે અને લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અધો લૌકિકગ્રામ-સલીલાવતી-વપ્રાવિજય સુધી, તિરછી મનુષ્યક્ષેત્ર સુધી અને ઉપર અશ્રુતકલ્પ સુધી હોય છે. આ જ રીતે પ્રાણત અને આરણ દેવલોકના દેવોના તૈજસ શરીરની અવગાહના જાણવી જોઈએ.
અશ્રુતદેવની અવગાહના પણ આ જ રીતે જાણવી; વિશેષતા એ છે કે તે દેવોના તૈજસ શરીરની અવગાહના ઉપર પોતાના(અશ્રુત કલ્પના) વિમાનો સુધી હોય છે. १०९ गेवेज्जगदेवस्स णं भंते ! मारणंतियसमुग्घाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! सरीरपमाणमेत्ता विक्खंभ-बाहल्लेणं; आयामेणं जहण्णेणं विज्जाहर सेढीओ, उक्कोसेणं जाव अहेलोइयगामा, तिरियं जाव मणूसखेत्ते, उ8 जाव सगाई विमाणाई । अणुत्तरोववाइयस्स वि एवं चेव ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતથી સમવહત રૈવેયકદેવના તૈજસશરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! શૈવેયક દેવોના તૈજસ શરીરની અવગાહના પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ અને લંબાઈની અપેક્ષાએ જઘન્ય વિદ્યાધરની શ્રેણીઓ સુધી અને ઉત્કૃષ્ટ નીચેની તરફ અધોલૌકિકગ્રામ સુધી, તિરછી મનુષ્યક્ષેત્ર સુધી અને ઉપર પોત-પોતાના વિમાનો સુધી છે.