________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! નારકી તૈજસ શરીરની અવગાહના પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ છે તથા લંબાઈની અપેક્ષાએ જઘન્ય સાધિક એક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અધો દિશામાં સાતમી નરક પૃથ્વી, તિરછી દિશામાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉર્ધ્વ દિશામાં પંડકવનમાં સ્થિત પુષ્કરણી સુધી હોય છે.
૪૪
१०४ पंचेंदियतिरिक्खजोणियस्स णं भंते ! मारणंतियसमुग्धाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहा बेइंदियसरीरस्स । ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! મારણાંતિક સમુદ્દાતથી સમવહત પંચેંદ્રિય તિર્યંચના તૈજસ શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! પંચેંદ્રિય તિર્યંચના તૈજસ શરીરની અવગાહના બેઇન્દ્રિયના તૈજસશરીરની અવગાહનાની સમાન જાણવી.
ખ્
१०५ मणूसस्स णं भंते ! मारणंतियसमुग्धाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! समयखेत्ताओ लोगंतो ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! મારણાંતિકસમુઘાતથી સમવહત મનુષ્યના તૈજસ શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર− હે ગૌતમ ! સમયક્ષેત્ર-મનુષ્યક્ષેત્રથી(સર્વ દિશાઓમાં) લોકાંત સુધી હોય છે. |१०६ असुरकुमारस्स णं भंते ! मारणंतियसमुग्धाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! सरीरपमाणमेत्ता विक्खंभ- बाहल्लेणं, आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे जाव तच्चाए पुढवीए चरिमंते, तिरियं जाव सयंभुरमण - समुद्दस्स बाहिरिल्ले वेइयंते, उड्ड जाव इसीपब्भारा पुढवी । एवं जाव थणियकुमार-तेयगसरीरस्स । वाणमंतर-जोइसिया-सोहम्मीसाणगा य एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મારણાંતિક સમુદ્દાતથી સમવહત અસુરકુમાર દેવોના તૈજસશરીરની અવગાહના કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમાર દેવોના તૈજસશરીરની અવગાહના પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ અને લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચેની તરફ ત્રીજી નરકપૃથ્વીના ચરમાંત સુધી, તિરછી સ્વયંભૂરમણસમુદ્રની બહારની વેદિકા સુધી અને ઉપર ઇષત્પ્રાક્ભારપૃથ્વી સુધી છે.
તે જ રીતે યાવત્ સ્તનિતકુમાર સુધીના દેવોના તૈજસ શરીરની અવગાહના જાણવી. વાણવ્યંતર, જ્યોતિ અને સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના તૈજસ શરીરની અવગાહના પણ અસુરકુમારની સમાન જાણવી. १०७ सणकुमारदेवस्स णं भंते ! मारणंतियसमुग्धाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! सरीरपमाणमेत्ता विक्खंभ-बाहल्लेणं, आयामेणं जहण्णेणं