________________
[ ૪૬]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
અનુત્તરોપપાતિક દેવોના તૈજસશરીરની અવગાહના પણ આ જ પ્રમાણે જાણવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંસારી જીવોના તૈજસશરીરની અવગાહનાનું કથન છે.
તૈજસ શરીર સૂક્ષ્મ શરીર છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય અથવા મૃત્યુ પૂર્વે મારણાંતિક સમુદ્રઘાત દ્વારા આત્મપ્રદેશોને ઉત્પત્તિ સ્થાન સુધી લંબાવે, ત્યારે આત્મપ્રદેશોની સાથે તૈજસ-કાશ્મણ શરીરનો પણ વિસ્તાર થાય છે, તેથી તૈજસ શરીરની અવગાહનાનું કથન મારણાંતિક સમુઘાતની અપેક્ષાએ છે. સમુચ્ચય તૈજસ શરીરની અવગાહના:- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધી હોય છે. તે મારણાંતિક સમુઘાતની અપેક્ષાએ થાય છે.
કોઈ જીવ મૃત્યુ પૂર્વે મારણાંતિક સમુદ્યાત કરે, ત્યારે તેના આત્મપ્રદેશોની પહોળાઈ અને જાડાઈ શરીર પ્રમાણ હોય છે અને લંબાઈ તેના ઉત્પત્તિ સ્થાન સુધીની થાય છે. આ રીતે પ્રત્યેક જીવના પોત-પોતાના ઉત્પત્તિ સ્થાન અનુસાર તૈજસ શરીરની અવગાહના થાય છે.
જીવ પોતાના સ્થાનની અત્યંત નિકટ ઉત્પન્ન થાય ત્યારે તેના મારણાંતિક સમુદ્યાતની અપેક્ષાએ તેના તૈજસ શરીરની લંબાઈ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની થાય અને ઉત્કૃષ્ટ જો તે જીવ અધોલોકાંતથી ઊર્ધ્વલોકાંતમાં કે ઊર્ધ્વલોકાંતથી અધોલોકાંતમાં સુક્ષ્મ કે બાદર એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય તો, મારણતિક સમઘાતની અપેક્ષાએ તેના તૈજસ શરીરની લંબાઈ ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધીની થાય છે. એકેન્દ્રિયના તૈજસ શરીરની અવગાહના:- સમુચ્ચયતૈજસ શરીરની જેમ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધીની થાય છે. વિકલેન્દ્રિયોના તેજસ શરીરની અવગાહના:- વિકસેન્દ્રિય જીવો લોકાંતે હોતા નથી. લોકના મધ્યભાગમાં હોય છે. તે જીવ પોતાની અત્યંત નિકટના સ્થાનમાં ઉત્પન્ન થાય, તો તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ થાય છે, જો તે જીવ પોતાના સ્થાનથી નીકળીને ઊર્ધ્વ કે અધોલોકાંતે એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, તો તેના તૈજસ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના તિરછાલોકથી કોઈ પણ દિશામાં કે વિદિશામાં લોકાંત સુધીની થાય છે. નૈરયિકોના તૈજસ શરીરની અવગાહના :- જઘન્ય સાધિક ૧000 યોજનની છે. પ્રથમ રત્નપ્રભા નરકપૃથ્વીની જાડાઈ ૧,૮0,000 યોજનની છે અને લવણ સમુદ્રના ચાર પાતાળકળશો એક લાખ યોજના ઊંડા છે, તેથી તે પાતાળ કળશો પ્રથમ નરકના કેટલાક પાથડાઓને સ્પર્શે છે. પાતાળ કળશની ઠીકરીની જાડાઈ ૧000 યોજનની છે.
પ્રથમ નરક પૃથ્વીના નારકાવાસના નારકી જે પાતાળ કળશની ઠીકરીને અડીને રહ્યા હોય અને તે મરીને પાતાળ કળશમાં બીજા ત્રિભાગના જળમાં મત્સ્ય રૂપે ઉત્પન્ન થાય ત્યારે તેના નરક ભવના આયુષ્યના અંતે મારણાંતિક સમુદ્દાત કરીને પોતાના આત્મપ્રદેશોને પાતાળ કળશના અંદર સુધી લંબાવે, ત્યારે પાતાળ કળશની ઠીકરીના ૧000 યોજન અને તેની અંદરના ઉત્પત્તિ સ્થાન સુધીની ગણના કરતાં તેના તૈજસ શરીરની અવગાહના જઘન્ય સાધિક 1000 યોજનની થાય છે.
- નારકી મરીને મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. તેનું નિકટતમ ઉત્પત્તિ સ્થાન પાતાળ કળશ જ છે, તેથી તેની જઘન્ય અવગાહના સાધિક 1000 યોજનની થાય છે તેનાથી ઓછી થતી નથી.