________________
[ ૪૨]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
તૈજસ શરીરનું સંસ્થાન :९४ तेयगसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा ! णाणासंठाणसंठिए પUR . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તેના વિવિધ પ્રકારના સંસ્થાન છે. ९५ एगिदियतेयगसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा ! णाणासंठाणसठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! એકેન્દ્રિય તૈજસ શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તેના વિવિધ પ્રકારના સંસ્થાન છે. ९६ पुढविक्काइय-एगिंदियतेयगसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा! मसूरचंद-संठाणसंठिए पण्णत्ते । एवं ओरालियसंठाणाणुसारेणं भाणियव्वं जाव चउरिंदियाणं ति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક-એકેન્દ્રિય તૈજસ શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તેનું સંસ્થાન મસૂરની દાળના આકારનું છે. આ જ રીતે એકેન્દ્રિયોથી થાવત ચૌરેન્દ્રિયોના તૈજસ શરીરનું સંસ્થાન દારિક શરીરના સંસ્થાન અનુસાર જાણવું જોઈએ. ९७ णेरइयाणं भंते ! तेयगसरीरे किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा ! जहा वेउव्वियसरीरे । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!ર્નરયિકતૈિજસ શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર-હે ગૌતમ! તેનું સંસ્થાન તેના વૈક્રિય શરીરના સંસ્થાના પ્રમાણે જાણવું જોઈએ. |९८ पर्चेदियतिरिक्खजोणियाणं मणूसाण य जहा एतेसिं चेव ओरालिय त्ति । ભાવાર્થ - પંચેદ્રિય તિર્યંચ અને મનુષ્ય તેજસ શરીરના સંસ્થાનનું કથન પણ તેના ઔદારિક શરીરની સમાન જાણવું જોઈએ. ९९ देवाणं भंते ! तेयगसरीरे किं संठिए पण्णत्ते ? गोयमा ! जहा वेउव्वियस्स जाव अणुत्तरोववाइय त्ति । ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્!દેવ તૈજસ શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારથી લઈને અનુત્તરોપપાતિક દેવતૈજસ શરીરના સંસ્થાન તેઓના વૈક્રિયશરીરના સંસ્થાન સમાન જાણવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સમસ્ત સંસારી જીવોના તૈજસશરીરના સંસ્થાનની વિચારણા છે. તૈજસ શરીર સંસારી જીવોને હોય જ છે. તૈજસ અને કાર્પણ તે બંને સૂક્ષ્મ શરીર છે, ઔદારિક, વૈક્રિય, આહારક આ ત્રણે સ્કૂલ શરીર છે. મૃત્યુ સમયે સ્કૂલ શરીર છૂટી જાય છે અને સૂક્ષ્મ શરીર સાથે જીવ ઉત્પત્તિ સ્થાને પહોંચી