________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
[ ૪૧ ]
९२ एगिदियतेयगसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- पुढविक्काइय जाव वणस्सइकाइय-एगिदियतेयगसरीरे । एवं जहा
ओरालियसरीरस्स भेदो भणियो तहा तेयगस्स वि जाव चउरिदियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય તૈજસ શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, જેમકે–પૃથ્વીકાયિક તૈજસ શરીર યાવત વનસ્પતિકાયિક તૈજસ શરીર. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધી ઔદારિક શરીરના ભેદ-પ્રભેદોની જેમ તૈજસ શરીરના પણ ભેદ-પ્રભેદ કહેવા જોઈએ. ९३ पंचेंदियतेयगसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! चउविहे पण्णत्ते । तं जहा- णेरइयतेयगसरीरे जाव देवतेयगसरीरे । णेरइयाणं दुगओ भेदो भाणियव्वो जहा वेउव्वियसरीरे ।
पंचेंदिय-तिरिक्खजोणियाणं मणूसाणं च जहा ओरालियसरीरे भेदो भणिओ तहा भाणियव्वो । देवाणं जहा वेउव्वियसरीरे भेओ भणिओ तहा तेयगस्स वि भाणियव्वो जाव सव्वट्ठसिद्धदेवे त्ति । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પંચેદ્રિય તૈજસ શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેના ચાર પ્રકાર છે, જેમકે-નૈરયિક તૈજસ શરીર યાવત દેવતૈજસ શરીર.જે રીતે નૈરયિકોના વૈક્રિયા શરીરના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદો કહ્યા છે, તે જ રીતે અહીં નૈરયિકોના તૈજસ શરીરના પણ બે ભેદ કહેવા જોઈએ.
જે રીતે તિર્યંચ પંચેદ્રિયો અને મનુષ્યોના ઔદારિક શરીરના ભેદોનું કથન કર્યું છે, તે જ રીતે પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોના તૈજસ શરીરના ભેદોનું કથન કરવું જોઈએ. જે રીતે ચારે ય પ્રકારના દેવોના વૈક્રિય શરીરના ભેદ કહ્યા છે, તે જ રીતે યાવત્ સર્વાર્થસિદ્ધદેવો સુધીના તૈજસ શરીરોના ભેદોનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત સંસારી જીવોના તેજસ શરીરના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. સમસ્ત સંસારી જીવોની પર્યાપ્ત-અપર્યાપ્ત બને અવસ્થામાં તૈજસ શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય અને આહારક, આ ત્રણે પ્રકારના ચૂલ શરીરની સાથે તૈજસ-કાર્પણ શરીર હોય છે. તેથી જ તે ત્રણે સ્કૂલ શરીરના ભેદ-પ્રભેદ પ્રમાણે તૈજસ શરીરના પણ ભેદ-પ્રભેદ થાય છે.
તૈજસ-કાશ્મણ શરીરના ૧૧ ભેદ
એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈદ્રિય ચૌરેન્દ્રિય (૨૦) (૨) (૨) (૨)
પંચેન્દ્રિય (૧૩૫)
નારકી (૧૪)
તિર્યંચ પંચેન્દ્રિય
(૨૦)
મનુષ્ય (૩)
દેવ (૯૮)
[અન્ય અપેક્ષાએ સંસારી જીવના પ૩ ભેદની જેમ તૈજસ-કાશ્મણ શરીરના પણ પ૩ ભેદ થાય છે.]