________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
લબ્ધિ– ભૂમિ ઉપર બેઠા હાથ વડે પર્વતના શિખરને સ્પર્શ કરી દેવો તે. (૬) પ્રાકામ્ય લબ્ધિ– જલમાં સ્થલની જેમ ચાલવું તે. (૭) ઇશિત્વ લબ્ધિ– તીર્થંકર કે ઇન્દ્ર આદિ જેવી ઋદ્ધિ બનાવી લેવી તે. (૮) વશિત્વ લબ્ધિ– કોઈને વશમાં કરવાની શક્તિ તે. (૯) અપ્રતિઘાતિત્વ લબ્ધિ– પર્વત ભીંત આદિ કોઈની રુકાવટ વિના તેના વચ્ચેથી ચાલ્યા જાય તે. (૧૦) અંતર્ધાન લબ્ધિ– શરીરને અદશ્ય બનાવી લેવું તે. (૧૧) કામરૂપત્વ લબ્ધિ- એકી સાથે અનેક પ્રકારના રૂપો બનાવી લેવા તે.
૪૦
સંખ્યા રૂપે ૨૮ લબ્ધિઓ જ સાહિત્યમાં પ્રસિદ્ધ છે. આગમ શાસ્ત્રોમાં આ લબ્ધિઓમાંથી ઘણી લબ્ધિઓનું વર્ણન પ્રસંગાનુસાર યથાસ્થાન જોવા મળે છે, પરંતુ ઉપરોક્ત સમસ્ત લબ્ધિઓનું સંકલન પ્રવચન સારોદ્વાર ગ્રંથ, દ્વાર–૨૭૦, ગાથા-૧૪૯૨ થી ૧૫૦૮ સુધીમાં પ્રાપ્ત થાય છે.
આહારક શરીરનું સંસ્થાન દ્વાર ઃ
८९ आहारगसरीरे णं भंते । किं संठिए पण्णत्ते ? गोयमा ! समचठरंससंठाणसंठिए पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આહારક શરીરનું સંસ્થાન કેવું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે હે સમચતુરસસંસ્થાન હોય છે.
વિવેચન :
આહારક શરીર સર્વાંગ સુંદર હોવાથી તે સમચતુરા સંસ્થાનથી સંપન્ન હોય છે.
આહારક શરીરની અવગાહના :
९० आहारगसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहणणेणं देसूणा रयणी, उक्कोसेणं पडिपुण्णा रयणी ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આહારક શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય દેશોન(કંઈક ન્યૂન) એક હાથ અને ઉત્કૃષ્ટ પૂર્ણ એક હાથ છે.
વિવેચન :
આહારક શરીરની અવગાહનાનું પ્રમાણ ભાવાર્થથી સ્પષ્ટ છે. આહારક લબ્ધિધારી મુનિ એક હાથ કે દેશોન હાથનું આહારક શરીર બનાવીને પછી ગમન ક્રિયા કરે છે અર્થાત્ આારક શરીરની અવગાહનામાં ક્રમશઃ વૃદ્ધિ થતી નથી. તેમ છતાં સર્વ ચૌદ પૂર્વધારીઓના આહારકશરીર એક સમાન હોતા નથી તેમાં હીનાધિકતા સંભવિત છે. સૂત્રમાં તેને જ જઘન્ય દેશોન હાય અને ઉત્કૃષ્ટ એક હાથ અવગાહના કહી છે. તૈજસ શરીર : ભેદ-પ્રભેદ :
૧૬ રોયસરીરે ખં મંત્તે ! વિ પળો ? મોયમા ! પંચવિષે પ્રખ્ખો, तं जहा- एगिंदियतेयगसरीरे जाव पंचेंदियतेयगसरीरे ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તૈજસ શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય તૈજસ શરીર ચાવતુ પંચદ્રિય તૈજસ શરીર.