________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
(૭) અવધિજ્ઞાન લબ્ધિ (૮) ૠજુમતિ મન:પર્યવજ્ઞાન લબ્ધિ (૯) વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન લબ્ધિ (૧૦) ચારણ લબ્ધિ– જંઘાચરણ અને વિધાચરણ આ બે પ્રકારની ચારણ લબ્ધિ સામાયિક ચારિત્રવાનને તપ-સંયમથી પ્રાપ્ત થાય છે. જેનું વર્ણન ભગવતી સૂત્રમાં છે. (૧૧) આશીવિષ લબ્ધિ– આ લબ્ધિના કર્મ આશીવિષ અને જાતિ આશીવિષ રૂપ બે પ્રકાર છે– ૧. કર્મ આશીવિષ વિશિષ્ટ તપ ત્યાગ સાધનાથી શાપ આદિની શક્તિરૂપે ઉપલબ્ધ થાય છે. ૨. જાતિ આશીવિષ સાપ, વીંછી, દેડકા અને મનુષ્યને જન્મથી દાઢામાં વિષાક્ત શક્તિરૂપે હોય છે (૧૨) કેવલજ્ઞાનરૂપ લબ્ધિ (૧૩) ગણધ૨૫દ લબ્ધિ (૧૪) પૂર્વધર લબ્ધિ– સંપૂર્ણ દસ પૂર્વથી અધિક ચૌદ પૂર્વ સુધીના જ્ઞાનવાળા પૂર્વ લબ્ધિવાન કહેવાય છે. તેના બે પ્રકારે અર્થ થાય છે−૧. જે લબ્ધિના પ્રભાવે ૧૪ પૂર્વનું જ્ઞાન ઉત્પન્ન થાય તે ૨. જે લબ્ધિથી ચૌદ પૂર્વેનું જ્ઞાન એક મુહૂર્તમાં પરિયટ્ટણા કરી શકાય(ફેરવી શકાય) તે. (૧૫) તીર્થંકર (૧૬) ચક્રવર્તી (૧૭) બલદેવ (૧૮) વાસુદેવ (૧૯) ક્ષીરમધુસર્પિરાસવ લબ્ધિ– ૧. જે લબ્ધિના પ્રભાવથી તે લબ્ધિવાન સાધુના પાત્રમાં ભિક્ષારૂપે પ્રાપ્ત લૂખા-સૂખા આદિ દરેક પદાર્થ ઘી, દૂધ અને સાકર આદિની સમાન સ્વાદિષ્ટ તથા ગુણકારક થઈ જાય તે. ૨. જે લબ્ધિના પ્રભાવે વક્તાના વચન શ્રોતાને ઘી, દૂધ, સાકર આદિ જેવા મધુર મિષ્ટ અનુભવાય અને તેવું જ પરિણમન થાય. (૨૦) કોષ્ટબુદ્ધિ લબ્ધિ– એકવાર સાંભળેલા અને ધારણ કરેલા તત્ત્વો વર્ષો સુધી તે જ રૂપે રહે, ભૂલાય નહીં તે. (૨૧) પદાનુસારિણી લબ્ધિ– જે લબ્ધિના પ્રભાવે કોઈ સૂત્રના એક બે પદનું શ્રવણ કે ઉચ્ચારણ થતાં તે પદના આધારે તે સૂત્રના કેટલાય પદ સ્વતઃ ઉપસ્થિત થઈ જાય તે. (૨૨) બીજબુદ્ધિ લબ્ધિ– કોઈપણ સૂત્ર પદનો અલ્પ અર્થ સાંભળીને કે જાણીને તેનો વિશાળ અર્થ ભાવ સમજાઈ જાય તે; થોડામાં ઘણું સમજાય જાય તે બીજબુદ્ધિ કહેવાય. (૨૩) તેજોલેશ્યા લબ્ધિ– ક્રોધાવેશમાં મુખમાંથી તીવ્ર તેજ પ્રવાહ(અગ્નિ જ્વાલારૂપે કે ધૂમાડારૂપે) કાઢીને અનેક યોજન પ્રમાણ ક્ષેત્રમાં ઇચ્છિત પદાર્થ કે પ્રાણીને નષ્ટ કરી શકવાની શક્તિ. (૨૪) શીતલેશ્યા લબ્ધિ– જેના દ્વારા કરુણા ભાવે અનુગ્રહ પ્રાપ્ત વ્યક્તિ કે સમૂહને તેજોલેશ્યા લબ્ધિના દુષ્પ્રભાવથી બચાવી શકાય તે લબ્ધિ. (૨૫) આહારક લબ્ધિ– આ લબ્ધિ ચૌદપૂર્વી મુનિરાજને હોય છે. જેના દ્વારા તે મુનિ એક હાથનું શરીર બનાવીને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર અથવા કેવલી ભગવાન પાસેથી સમાધાન મેળવી શકે છે. (૨૬) વૈક્રિય લબ્ધિ (૨૭) અક્ષીણ મહાનસી લબ્ધિ– આ લબ્ધિના પ્રભાવે અલ્પ ભોજનમાંથી પણ સેંકડો વ્યક્તિ ભોજન કરી લે છતાં પણ તે ભોજનનો અંત આવતો નથી. (૨૮) પુલાક લબ્ધિ– આ લબ્ધિ પૂર્વધારી મુનિરાજને હોય છે. સંઘ ઉપર આવેલી વિકટ પરિસ્થિતિમાં આ લબ્ધિ દ્વારા ચક્રવર્તી રાજા જેવાને પણ સબક આપી શકાય છે અને તેમના દ્વારા ઉત્પન્ન કરેલ સંકટથી સહુને ઉગારી શકાય છે.
૩૯
અઠ્ઠાવીસ લબ્ધિઓમાંથી દસ લબ્ધિ સ્ત્રીઓને હોતી નથી– (૧) તીર્થંકર (૨) ચક્રવર્તી (૩) બલદેવ (૪) વાસુદેવ (૫) સંભિન્ન શ્રોતોલબ્ધિ (૬) ચારણ લબ્ધિ (૭) પૂર્વધર લબ્ધિ (૮) ગણધર (૯) પુલાક (૧૦) આહારક.
અઠ્ઠાવીસમાંથી તેર લબ્ધિ અભવી પુરુષોને હોતી નથી. ઉપર કહેલી ૧૦ અને (૧૧) ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન (૧૨) વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન (૧૩) કેવળજ્ઞાન.
અભવી સ્ત્રીઓને ઉપરોક્ત તેર અને ક્ષીરમધુસર્પિરાસવ લબ્ધિ, તેમ કુલ ૧૪ લબ્ધિ હોતી નથી. આ અઠ્ઠાવીસ લબ્ધિઓ સિવાય પણ કેટલીક લબ્ધિઓ હોય છે– (૧) અણુત્વ લબ્ધિ– અતિ સૂક્ષ્મ શરીર બનાવી લેવું. (૨) મહત્ત્વ લબ્ધિ– પર્વતથી મોટું શરીર બનાવી લેવું. (૩) લઘુત્વલબ્ધિ– વાયુથી હળવું શરીર બનાવી લેવું. (૪) ગુરુત્વ લબ્ધિ- વજ્ર જેવું ભારે શરીર બનાવી લેવું. (૫) વિસ્તારણ