________________
[ ૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો પ્રમત્તસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે, તો શું ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે કે ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે, ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોતું નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારક શરીરનું વર્ણન છે.
આહારક શરીર એક જ પ્રકારનું છે. આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેવા ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યો આહારક શરીર બનાવી શકે છે, અન્ય કોઈ પણ જીવોને આહારક શરીર હોતું નથી. પુનત્તના પ્રમત્ત સંયમી. સંજ્વલન કષાયના ઉદયે સંયમ આરાધનામાં યત્કિંચિત્ પ્રમાદનું સેવન કરનાર છઠ્ઠા ગુણસ્થાનવર્તી શ્રમણોને પ્રમત્ત સંયત કહે છે.
સરાગ સંયમમાંવિવિધનિમિત્તોથી પ્રમાદનું સેવન થઈ શકે છે, જેમકે– ક્યારેક સંજ્વલન કષાયોદય, ક્યારેક પ્રાપ્ત થયેલી લબ્ધિના પ્રયોગની ઉત્સુકતા, ક્યારેક દેહરાગ કે ઉપકરણોના અનુરાગથી દેહલક્ષી કે ઉપકરણલક્ષી પ્રવૃત્તિથી સંયમ આરાધનામાં સ્કુલના થાય છે, તે પ્રમાદ સેવન છે.
આહારકલબ્ધિની પ્રાપ્તિ અપ્રમત્ત સંયતોને જ થાય છે પરંતુ કોઈ પણ લબ્ધિ પ્રયોગના પરિણામ, તે પ્રમત્તાવસ્થા છે, અપ્રમત્ત દશામાં કોઈ પણ પ્રકારની આતુરતા કે ઉત્સુકતા હોતી નથી. પ્રમત્તસયતો જ આહારકલબ્ધિ પ્રયોગ દ્વારા આહારક શરીર બનાવે છે.
કર્મગ્રંથના વર્ણન પ્રમાણે સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં આહારક મિશ્રદાય યોગ નથી પરંતુ આહારક કાયયોગ હોય છે અને આહારક શરીર નામ કર્મનો ઉદય પણ સાતમા ગુણસ્થાનમાં હોય છે. તદનુસાર આહારક શરીર બની ગયા પછી અલ્પ સમય માટે અપ્રમત્તદશા આવી શકે છે. પ્રસ્તુત પ્રસંગમાં તે અલ્પ સમયની વિવક્ષા કરી નથી.
પરઃ- ઋદ્ધિ પ્રાપ્ત. જંઘાચારણ, વિદ્યાચારણ આમર્ષોષધિ ઇત્યાદિ ઋદ્ધિઓમાંથી કોઈ પણ ઋદ્ધિ જેને પ્રાપ્ત થઈ હોય, તેને ઋદ્ધિપ્રાપ્ત કહે છે. તેવા ઋદ્ધિ પ્રાપ્ત મુનિને જ આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે. ઋદ્ધિના બે પ્રકાર છે– (૧) સામાન્ય ઋદ્ધિ-ધન સંપત્તિ, પરિવાર અને પુણ્ય સામગ્રી આદિ (૨) વિશિષ્ટ ઋદ્ધિ- પુણ્યથી પ્રાપ્ત અને સાધનાથી સમુત્પન લબ્ધિઓ. લબ્ધિઓના અઠ્ઠાવીસ પ્રકાર આ પ્રમાણે છેઅઠ્ઠાવીસ લબ્ધિઓ – (૧) આમાઁષધિ લબ્ધિઆ લબ્ધિવાન વ્યક્તિ દ્વારા સ્પર્શ કરવા માત્રથી જ રોગી સ્વસ્થ થઈ જાય છે. (૨) વિપુડૌષધિ લબ્ધિ- આ લબ્ધિવાન વ્યક્તિના મળ-મૂત્ર સુગંધી હોય અને તે ઔષધનું કાર્ય કરે. (૩) ખેલૌષધિ- આ લબ્ધિવાન વ્યક્તિના ઘૂંક અને કફ સુગંધી હોય તથા તે ઔષધનું કાર્ય કરે. (૪) જલ્લૌષધિઆ લબ્ધિવાન વ્યક્તિના મેલ-પરસેવો સુગંધી હોય અને ઔષધનું કાર્ય કરે. (૫) સર્વોષધિ- આ લબ્ધિવાન વ્યક્તિના મળ, મૂત્ર, નખ, કેશ આદિ સર્વે ય બાહ્ય પદાર્થો સુગંધી હોય અને ઔષધનું કાર્ય કરે. (૬) સંભિન્નશ્રોતો લબ્ધિ- આ લબ્ધિવાન વ્યક્તિને શરીરના દરેક અંગથી સંભળાય.