________________
[ ૩૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
एवं सणंकुमारगा विणवरं असंखेज्जवासाउय-अकम्मभूमगवज्जेहिंतो उववजंति । एवं जावसहस्सारकप्पोवग-वेमाणियदेवा भाणियव्वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી, તિર્યંચોમાંથી, મનુષ્યોમાંથી કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષી દેવોની જેમ જ વૈમાનિક દેવોનું કથન કરવું અને આ જ પ્રમાણે સૌધર્મ અને ઈશાન કલ્પના વૈમાનિકદેવોની ઉત્પત્તિના વિષયમાં કહેવું જોઈએ. સનકુમારદેવોના ઉપપાતના વિષયમાં પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિ અને અકર્મભૂમિજ મનુષ્યો અહીં ઉત્પન્ન થતાં નથી. આ જ રીતે(સનકુમાર દેવોની જેમ) માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસારકલ્પના દેવોનો ઉપપાત પણ કહેવો જોઈએ. १३१ आणयदेवा णं भंते ! कओहिंतो उववज्जति? किं णेरइएहिंतो जाव देवेहितो उववज्जति? गोयमा !णो णेरइएहिंतो उववज्जंति, णो तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहितो उववज्जंति, णो देवेहितो । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! આનત દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી કે યાવત દેવોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ!નૈરયિકોમાંથી ઉત્પન્ન થતા નથી, તિર્યચોમાંથી પણ ઉત્પન્ન થતા નથી, મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, દેવોમાંથી ઉત્પન્ન થતા નથી. १३२ जइ मणुस्सेहितो उववज्जति किं सम्मुच्छिममणुस्सेहितो, गब्भवक्कंतिक्मणुस्सेहितो उववज्जति ? गोयमा ! गब्भवक्कंतियमणुस्सेहिंतो उववज्जंति, णो सम्मुच्छिममणुस्सेहितो उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો આનત દેવલોકના દેવો મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંમૂર્છાિમ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, સંમૂર્છાિમ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. १३३ जइ गब्भवक्कंतिय-मणुस्सेहितो उववज्जंति किं कम्मभूमगेहिंतो उववजंति, अकम्मभूमगेहिंतो उववज्जंति, अंतरदीवगेहिंतो उववज्जंति?
गोयमा ! कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसेहिंतो उववज्जति, णो अकम्मभूमगेहितो उववज्जंति, णो अंतरदीवगेहिंतो। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આનત દેવલોકના દેવો જો ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે અન્તર્લીપજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી કે અન્તર્લીપજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી १३४ जइ कम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिंतो उववज्जति किं संखेज्जवासाउएहितो