________________
છઠ્ઠ પદ: વ્યુત્કાંતિ
[ ૩૭ ]
વિવેચન -
વાણવ્યંતર દેવોનો ઉપપાત અસુરકુમારની સમાન છે. વાણવ્યંતર દેવોમાં આગતિ ૧૬ ભેદની - પાંચ સંજ્ઞી તિર્યંચ, પાંચ અસંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા, યુગલિક ખેચર અને યુગલિક ચતુષ્પદ સ્થલચર એ તિર્યંચના ૧૨ ભેદ; સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા અને કર્મ ભૂમિજ, અકર્મભૂમિજ તથા અંતરદ્વીપજ એ ત્રણ યુગલિક મનુષ્યના પર્યાપ્તા; આ રીતે મનુષ્યના ૪ ભેદ. કુલ મળીને ૧૨ + ૪ = ૧૬ ભેદના જીવો વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે.
જ્યોતિષી દેવોની આગતિ:१२९ जोइसियदेवा णं भंते! कओहिंतो उववज्जति । गोयमा! एवं चेव । णवरं सम्मुच्छिम असंखेज्जवासाउयखहयर-अंतरदीवगमणुस्सवज्जेहिंतो उववज्जावेयव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષી દેવોનો ઉપપાત અસુરકમારોના ઉપપાતની સમાન જાણવો જોઈએ. તેમાં વિશેષતા એ છે કે સંમૂર્છાિમ–અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંખ્યાત વર્ષાયુષ્ક ખેચર પંચેન્દ્રિયતિર્યંચો તથા અંતર્લીપના મનુષ્યો
જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતા નથી, તેથી તેનો નિષેધ કરવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષી દેવોની આગતિનું નિરૂપણ છે. તેની આગતિનું કથન સૂત્રકારે વ્યંતરદેવોના અતિદેશપૂર્વક કર્યું છે અને તેની વિશેષતા પવઈ શબ્દથી કહી છે. પ્રવરં સમુચ્છિ... – અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, અસંખ્યાત વર્ષાયુષ્ક ખેચર તિર્યંચ પંચેન્દ્રિય અને અંતરદ્વીપના મનુષ્યો મરીને ભવનપતિ અને વ્યતર જાતિના દેવરૂપે ઉત્પન્ન થઈ શકે છે પરંતુ જ્યોતિષી દેવ થતાં નથી. કારણ કે અસંજ્ઞી જીવો મનના અભાવે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક સ્થિતિનો આયુષ્ય બંધ કરી શકતા નથી. અસંખ્યાત વર્ષના ખેચર તિર્યંચ પંચેન્દ્રિયનું અને અંતર્લીપના મનુષ્યોનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે. યુગલિકો માટે સામાન્ય નિયમ છે કે યુગલિકો પોતાના આ ભવના આયુષ્યથી અધિક સ્થિતિ પરભવમાં પ્રાપ્ત કરી શકતા નથી. જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની છે, જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધુ છે. તેથી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો, ખેચર યુગલિકો તથા અંતર્લીપજ મનુષ્યો જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થઈ શકતા નથી.
જ્યોતિષી દેવોમાં આગતિ ૯ ભેદની – તિર્યંચના ભેદ– પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા + ૧ સ્થલચર યુગલિક તિર્યંચ પંચેન્દ્રિય, એ ૬ ભેદ; મનુષ્યના ૩ ભેદ- કર્મભૂમિજ સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યનો પર્યાપ્યો તે ૧ + કર્મભૂમિજ અને અકર્મભૂમિજ યુગલિક મનુષ્ય તે બે; આમ કુલ ૧+૨ = ૩ મનુષ્યના ભેદ. ૬+૩ = ૯ ભેદના જીવો જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવોની આગતિઃ१३० वेमाणिया णं भंते ! कओहिंतो उववज्जंति ? किं णेरइएहितो, तिरिक्खजोणिए हितो, मणुस्सेहितो, देवेहितो उववज्जति ?
गोयमा ! एवं चेव वेमाणिया वि सोहम्मीसाणगा देवावि एवं चेव भाणियव्वा ।
હોય છે. યુગલિક નથી. જ્યોતિષી દેવો અસલી તિર્યંચ