________________
[
૩૬
]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
નરયિકોમાંથી ઉત્પન્ન થાય છે કે વાવ અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી યાવત્ નમ:પ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી ઉત્પન્ન થતા નથી. १२७ जइ तिरिक्खजोणिएहिंतो उववज्जति किं एगिदियतिरिक्खजोणिएहितो उववज्जंति?
गोयमा ! जेहिंतो पंचेंदियतिरिक्खजोणियाणं उववाओ भणिओ तेहिंतो मणुस्साण विणिरवसेसो भाणियव्यो । णवरं अहेसत्तमापुढविणेरइयतेउवाउकाइएहितो ण उववज्जति। सव्वदेवेहितो वि उववज्जावेयव्वा जाव कप्पातीतगवेमाणिय-सव्वट्ठसिद्धदेवेहितो वि उववज्जावेयव्वा । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! મનુષ્યો જો તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે?
- ઉત્તર-હે ગૌતમ!જે જે સ્થાનોથી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે, તે તે સ્થાનોમાંથી મનુષ્યોનો પણ ઉપપાત કહેવો જોઈએ. વિશેષતા એ છે કે મનુષ્યો, અધઃસપ્તમ નરક પૃથ્વીના નૈરયિકોમાંથી, તેજસ્કાયિકો અને વાયુકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તે ઉપરાંત મનુષ્યનો ઉપપાત સર્વદેવોમાંથી કહેવો જોઈએ યાવત કલ્પાતીત સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના વૈમાનિક દેવોમાંથી પણ મનુષ્યોની ઉત્પત્તિ થઈ શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોની આગતિનું પ્રતિપાદન છે.
ચારે ગતિના જીવો મરીને મનુષ્યગતિને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેમાં સાતમી નરકના નૈરયિકો, યુગલિક તિર્યો અને મનુષ્યો, તેઉકાય અને વાયુકાયના જીવો મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકતા નથી. સૂત્રકાર સંમૂર્છાિમ કે ગર્ભજ મનુષ્યોના ભેદ કર્યા વિના સમુચ્ચયરૂપે મનુષ્યની આગતિનું કથન કર્યું છે. મનુષ્યમાં આગતિ ૯૬ ભેદની - નારકીના ભેદ– પ્રથમ છ નરકના પર્યાપ્તા, તિર્યંચના ૩૮ ભેદ– પૃથ્વી, પાણી, વનસ્પતિના ૧૨ ભેદ, વિકલેન્દ્રિયના ૬ ભેદ, પાંચ સંજ્ઞી તિર્યંચ + પાંચ અસંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા અને પર્યાપ્તા = ૫૫૪૨ = તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદ. આ રીતે ૧૨++૨૦ = ૩૮ ભેદ. મનુષ્યના ૩ ભેદ- યુગલિક મનુષ્ય વર્જીને સંમૂર્છાિમ મનુષ્યોના અપર્યાપ્તા અને કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા તથા અપર્યાપ્તા. દેવોના ૪૯ ભેદ- સર્વ પ્રકારના દેવો મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેથી આ સર્વ મળીને ૬+૩૮+૩+૪૯ = ૯૬ ભેદના જીવો મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. વાણવ્યંતર દેવોની આગતિ:१२८ वाणमंतरदेवा णं भंते ! कओहिंतो उववज्जति? किं णेरइएहितो जावदेवेहितो उववजंति ? गोयमा ! जेहितो असुरकुमारा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતરદેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! વાણવ્યંતર દેવોની ઉત્પત્તિ અસુરકુમાર દેવોની સમાન જાણવી જોઈએ.