________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
[ ૩૫ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય જો એકેન્દ્રિયોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે યાવત વનસ્પતિકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેમ પૃથ્વીકાયિકોનો ઉપપાત કહ્યો છે, તેમ જ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ તિર્યંચ સંબંધી ઉપપાત કહેવો જોઈએ. વિશેષતા એ છે કે તિર્યંચ પંચેદ્રિયો દેવોમાંથી યાવત સહસાર કલ્પોપપન વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ આનત કલ્પપપન વૈમાનિક દેવોથી થાવત્ અશ્રુત કલ્પપપન વૈમાનિક દેવોમાંથી ઉત્પન્ન થતા નથી. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવોની આગતિનું કથન છે. ચારે ગતિના જીવો મરીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યો દેવગતિને જ પામે છે અને નવમાં દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો મનુષ્યગતિમાં જ જાય છે, તેથી તે જીવોને છોડીને શેષ સર્વ જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. સૂત્રકારે સંજ્ઞી કે અસંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિયના ભેદ કર્યા વિના જ સમુચ્ચય રીતે તિર્યંચ પંચેન્દ્રિયની આગતિનું કથન કર્યું છે. તો પણ અહીં સંજ્ઞી તિર્યંચની મુખ્યતાએ આગતિનું કથન છે, તેમ સમજવું. કારણ કે આગતિમાં ૭ નરક અને ૮દેવલોક કહ્યા છે. જે અસંશી તિર્યંચમાં શક્ય નથી. સપી તિર્યંચ પરોજિયમાં આગતિ ૮૭ ભેદની - નારકીના ૭ ભેદ– ૭ નરકના પર્યાપ્તાઃ તિર્યંચના ૪૬ ભેદ– પાંચ સ્થાવરના ૨૦, વિકસેન્દ્રિયના-૬, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦(૫ સંજ્ઞી + ૫ અસંજ્ઞીના પર્યાપ્તા-અપર્યાપ્તા); મનુષ્યના ૩ ભેદ– અસંજ્ઞી મનુષ્યનો ૧ ભેદ અને સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તઅપર્યાપ્ત; દેવના ૩૧ ભેદ- ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષ્કના અને વૈમાનિકમાં ૮ દેવલોકના દેવો- ૧૦+૮+૫+૮ = ૩૧. કુલ મળીને ૭+૪+૩+૩૧ = ૮૭ ભેદના જીવો સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે.
સૂત્રમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની આગતિનું કથન નથી પરંતુ અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની આગતિ ગતાગતના થોકડામાં વિકસેન્દ્રિયોની જેમ બતાવી છે. તેથી અહીં પણ વિકસેન્દ્રિય પ્રમાણે ૪૯ ભેદની જાણવી. મનુષ્યોની આગતિ - १२५ मणुस्सा णंभंते !कओहिंतो उववति ? किं णेरइएहितो जावदेवेहिंतो उववजंति? गोयमा ! णेरइएहितो वि उववज्जति जावदेवेहितो वि उववति। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે યાવત દેવોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોમાંથી પણ ઉત્પન્ન થાય છે અને થાવત્ દેવોમાંથી પણ ઉત્પન્ન થાય છે. १२६ जइ णेरइएहितो उववज्जति किं रयणप्पभापुढविणेरइएहितो जाव अहेसत्तमापुढविणेरइएहिंतो उववज्जति । गोयमा ! रयणप्पभापुढविणेरइएहितो वि जाव तमापुढविणेरइएहितो वि उववज्जंति, णो अहेसत्तमापुढविणेरइएहिंतो उववज्जंति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યો જો નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભા પૃથ્વીના