________________
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ- બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોની ઉત્પત્તિ, તેઉકાયિકો અને વાયુકાયિકોની સમાન જાણવી. વિકલેન્દ્રિયોમાં તેઉ-વાયુની જેમ દેવોને છોડીને તિર્યો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિવેચન -
દેવો મરીને વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી, તેથી તેઉકાય અને વાયુકાયની જેમ મનુષ્ય અને તિર્યંચગતિના જીવો જ વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. વિકલેન્દ્રિયમાં આગતિ ૪૯ ભેદની – તિર્યંચના ૪૬ ભેદ + મનુષ્યના ૩ ભેદ = ૪૯ ભેદના જીવો વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિર્યંચોની આગતિઃ१२१ पंचेंदियतिरिक्खजोणिया णं भंते ! कओहिंतो उववज्जति ? किं णेरइएहितो उववज्जति जावदेवेहिंतो उववज्जति? गोयमा ! णेरइएहितो वि तिरिक्खजोणिएहितो वि मणूसेहितो वि देवेहितो वि उववज्जति ।। ભાવાર્થ -પ્રન– હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરકમાંથી ઉત્પન્ન થાય છે યાવત દેવોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોમાંથી, તિર્યચોમાંથી, મનુષ્યોમાંથી અને દેવોમાંથી, તેમ ચારે ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. १२२ जइ णेरइएहिंतो उववज्जंति किं रयणप्पभापुढविणेरइएहिंतो उववजंति ? जाव अहेसत्तमापुढविणेरइएहिंतो उववज्जति? गोयमा !रयणप्पभापुढविणेरइएहितो वि जाव अहेसत्तमापुढविणेरइएहितो वि उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય જો નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે યાવત અધઃસપ્તમ-તમસ્તમાં પૃથ્વી સુધીના નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે યાવતું અધઃ સપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. १२३ जइ तिरिक्खजोणिएहितो उववति किं एगिदिएहिंतो उववजंति जावपंचेंदिएहितो उववजंति ? गोयमा ! एगिदिएहितो जावपंचेंदिएहितो वि उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય જો તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે યાવત પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે એકેન્દ્રિય તિર્યંચોમાંથી યાવત્ પંચેન્દ્રિય તિર્યંચોમાં १२४ जइ एगिदिएहितो उववजंति किं पुढविकाइएहिंतो उववजंति ? एवं जहा पुढविकाइयाणं उववाओ भणिओ तहेव एएसि पि भाणियव्वो । णवरं देवेहिंतो जाव सहस्सारकप्पोवग-वेमाणियदेवेहितो वि उववज्जंति, णो आणयकप्पोवगवेमाणियदेवेहितो जाव अच्चुएहितो उववति ।