________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
[ ૨૯ ] गोयमा ! णो णेरइएहितो उववज्जति, तिरिक्खजोणिएहितो उववज्जति, मणुएहितो उववज्जंति, णो देवेहिंतो उववज्जति । एवं जेहिंतो णेरइयाणं उववाओ तेहिंतो असुरकुमाराण वि भाणियव्यो । णवरं असंखेज्जवासाउयकम्मभूमग-अकम्मभूमग,अंतरदीवगमणुस्सतिरिक्खजोणिएहितो वि उववति । सेसं तं चेव । एवं जाव थणियकुमारा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે દેવો નૈરયિકોમાંથી ઉત્પન્ન થતા નથી, તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, દેવોમાંથી ઉત્પન્ન થતા નથી. આ રીતે નૈરયિકોની ઉત્પત્તિ અનુસાર અસુરકુમારોની ઉત્પત્તિ પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ મનુષ્યો, અકર્મભૂમિજ મનુષ્યો, અન્તર્લીપજ મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. શેષ સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ જ રીતે સ્વનિતકુમાર દેવો સુધીનો ઉપપાત જાણવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં નારકીના અતિદેશપૂર્વક ભવનપતિ દેવોની આગતિનું કથન છે. તેનું વિવરણ આ પ્રમાણે છે– (૧) નારકી અને દેવો મરીને દેવગતિમાં ઉત્પન્ન થતા નથી. (૨) પાંચ સ્થાવર કે ત્રણ વિકસેન્દ્રિય જીવો દેવગતિમાં ઉત્પન્ન થતા નથી. (૩) કોઈ પણ અપર્યાપ્તા જીવો દેવગતિમાં જન્મ ધારણ કરતા નથી. (૪) સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા તથા કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થાય છે. ઇવરે અહેવાસા૩ય:- પ્રસ્તુત સૂત્રમાં દેવોના કથન માટે નરકનો અતિદેશ કરીને તેની વિશેષતા પ્રવરં શબ્દ દ્વારા સ્પષ્ટ કરી છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્યો નરકમાં ઉત્પન્ન થતા નથી પરંતુ તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સંક્ષેપમાં પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય અને પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થાય છે. ભવનપતિ દેવમાં આગતિ ૧૬ ભેદની - પાંચ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા અને પાંચ અસંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા, યુગલિક ખેચર અને યુગલિક ચતુષ્પદ સ્થલચર એ તિર્યંચના ૧૨ ભેદ; સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા અને કર્મભૂમિજ, અકર્મભૂમિ તથા અંતરદ્વીપજ એ ત્રણ યુગલિક મનુષ્યના પર્યાપ્તા એ; આ રીતે મનુષ્યના ૪ ભેદ. કુલ મળીને ૧૨ + ૪ = ૧૬ ભેદના જીવો ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થાય છે. પાંચ સ્થાવર જીવોની આગતિઃ१०४ पुढविकाइया णं भंते ! कओहिंतो उववति? किं णेरइएहिंतो उववजंति जाव देवेहितो उववज्जति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहितो मणुस्सेहिंतो देवेहिंतो वि उववज्जति ! ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે નરકમાંથી, તિર્યંચમાંથી, મનુષ્યમાંથી કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! નારકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યચોમાંથી, મનુષ્યોમાંથી અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.