________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
૨૭ |
થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેઓની ઉત્પત્તિ સંબંધી પ્રરૂપણા છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તમસ્તમાં પૃથ્વીમાં સ્ત્રીઓની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ અર્થાત્ સ્ત્રી સાતમી નરકમાં ઉત્પન્ન થતી નથી.
ગાથાર્થ– અસંશી તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરક સુધી, સરીસર્પ–ભુજપરિસર્પ બીજી નરક પૃથ્વી સુધી, પક્ષી-ખેચર ત્રીજી નરક પૃથ્વી સુધી, સિંહ-સ્થલચર ચોથી નરક પૃથ્વી સુધી, ઉરગ-ઉરપરિસર્પ પાંચમી નરક પૃથ્વી સુધી અને જલચર કે મનુષ્ય સ્ત્રીઓ છઠ્ઠી નરક પૃથ્વી સુધી, મસ્ય–જલચર પુરુષ અને નપુંસક તથા મનુષ્ય પુરુષ અને નપુંસક સાતમી નરક પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે. નરક પૃથ્વીઓમાં(પૂર્વોક્ત જીવોનો) આ ઉત્કૃષ્ટ ઉપપાત જાણવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોથા પત્તો દ્વારમાં નૈરયિકોની ઉત્પત્તિ ક્યાંથી થાય છે, તેનું વિસ્તૃત વર્ણન છે. સૂત્રકારે કઈ નરક પૃથ્વીમાં કોણ ઉત્પન્ન થાય છે અને કોણ ઉત્પન્ન થતા નથી, તેનું વિધિ અને નિષેધ બંને પ્રકારે કથન કર્યું છે.
સામાન્ય રીતે નરકમાં ઉત્પન્ન થનારા જીવો આ પ્રમાણે છે– (૧) નારકી મરીને નરકમાં ઉત્પન્ન થતા નથી. (૨) દેવો મરીને નરકમાં ઉત્પન્ન થતા નથી. (૩) પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયો નરકમાં ઉત્પન્ન થતા નથી. (૪) સંજ્ઞી કે અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તા જીવો નરકમાં ઉત્પન્ન થતાં નથી. (૫) સંમૂશ્કેિમ મનુષ્યો મરીને નરકમાં ઉત્પન્ન થતા નથી. (૬) યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યો, નરકમાં ઉત્પન્ન થતાં નથી.
નરકમાં ઉત્પન થનારા જીવો આ પ્રમાણે છે– (૧) પર્યાપ્તા સંજ્ઞી–અસંશી તિર્યંચ પંચેન્દ્રિય અને (૨) પર્યાપ્તા કર્મભૂમિના સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યો નરકમાં ઉત્પન્ન થઈ શકે છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો પહેલી નરક સુધી, ભુજપરિસર્પ બીજી નરક સુધી, ખેચર ત્રીજી નરક સુધી, ચતુષ્પદ સ્થલચર ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, જલચર છઠ્ઠી અને સાતમી નરક સુધી જઈ શકે છે. સાતમી નરકમાં મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ સ્ત્રી જઈ શકતી નથી અર્થાત્ પુરુષવેદી અને નપુંસકવેદી જલચર જીવો સાતમી નરકમાં જઈ શકે છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સાતે નરક સુધી અને ગર્ભજ મનુષ્યાણી છઠ્ઠી નરક સુધી જઈ શકે છે. સનવાસી - સંખ્યાત વર્ષાયુષ્ક. જે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયોનું આયુષ્ય એક ક્રોડપૂર્વ વર્ષ કે તેનાથી ઓછું હોય તેને સંખ્યાત વર્ષાયુષ્ક કહે છે.
સાત નીલ, પાંચ ખરબ, સાઠ અબજ(૭,૦૫,૬૦,00,00,00,000) વર્ષ પ્રમાણ અર્થાત ચૌદ અંક પ્રમાણ વર્ષોનો એક પૂર્વ થાય. તેવા કોડ પૂર્વ વર્ષ સુધીના આયુષ્યવાળા જીવો સંખ્યાત વર્ષાયુષ્ક કહેવાય છે. ક્રોડ પૂર્વવર્ષથી એક મુહૂર્ત પણ અધિક આયુષ્ય હોય, તે અસંખ્યાત વર્ષાયુષ્ક કહેવાય છે અને તે યુગલિક હોય છે.
પ્રસ્તુત પદમાં જીવના ૧૧૦ ભેદોના આધારે નરકાદિ જીવોની ગતિ-આગતિ દર્શાવી છે. તે ૧૧૦ ભેદ આ પ્રમાણે છે.