________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
[ ૨૫ ]
९५ पंकप्पभापुढविणेरइयाणं भंते !कओहिंतो उववज्जति? गोयमा ! जहा वालुयप्पभापुढविणेरइया । णवरं खहयरेहितो वि पडिसेहो कायव्यो । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! જેમ વાલકાપ્રભા પૃથ્વીના નૈરયિકો વિષે કહ્યું તેમ પંકપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં ખેચર પંચેદ્રિય તિર્યંચનો પણ નિષેધ કરવો અર્થાત્ ખેચર ત્રણ નરક સુધી ઉત્પન્ન થાય છે, ચોથી પંકપ્રભા નરકમાં ઉત્પન્ન થતા નથી. ९६ धूमप्पभापुढविणेरइयाणं भंते !कओहिंतो उववज्जति? गोयमा ! जहा पंकप्पभापुढविणेरइया । णवरं चउप्पएहितो विपडिसेहो कायव्वो । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! ધુમપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ ! જે રીતે પંકપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિના વિષયમાં કહ્યું તે જ રીતે ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેદ્રિયનો પણ નિષેધ કરવો અર્થાત્ ચતુષ્પદ ચોથી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પાંચમી ધૂમપ્રભા નરકમાં ઉત્પન્ન થતા નથી. ९७ तमापुढविणेरइया णं भंते!कओहिंतो उववज्जति? गोयमा! जहा धूमप्पभापुढविणेरइया, णवरं- जइ पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं जलयरपंचेदिएहितो उववज्जंति, थलयरपंचेंदिएहिंतो उववज्जंति, खहयरपंचिंदिएहिंतो उववज्जति? गोयमा! जलयरपर्चेदिएहितो उववज्जति, णो थलयरेहितो णो खहयरेहिंतो उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!તમ:પ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! જેમ ધુમપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિ વિષે કહ્યું છે, તેમજ તમ પ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે
પ્રશ્ન- હે ભગવન્! તમ પ્રભા પૃથ્વીના નૈરયિકો જો તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે, તો શું જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, સ્થળચર પંચેન્દ્રિયોમાંથી ઉત્પન્ન થાય છે કે ખેચર પંચેન્દ્રિયોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જળચર પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ સ્થળચર કે ખેચર તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થતાં નથી. ९८ जइ मणुस्सेहिंतो उववज्जति किं कम्मभूमएहितो उववज्जंति, अकम्मभूमएहितो उववज्जंति अंतरदीवएहिंतो उववज्जति ? गोयमा ! कम्मभूमएहिंतो उववज्जति, णो अकम्मभूमएहिंतो उववज्जति, णो अंतरदीवएहितो। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! તમ:પ્રભાપૃથ્વીના નૈરયિકો જો મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું કર્મભૂમિજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે અન્તર્લીપજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! કર્મભૂમિજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિજ મનુષ્યોમાંથી ઉત્પન્ન