SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨ उववज्जंति असंखेज्जवासाउएहिंतो उववज्जंति ? गोयमा ! संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणुसेहिंतो उववज्जंति, णो असंखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणुसेहिंतो उववज्र्ज्जति । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નૈરયિક જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય તો શું સંખ્યાત વર્ષાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. ९२ जइ संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणुसेहिंतो उववज्जति किं पज्जत्त - हिंतो उववज्जंति ? अपज्जत्तएहिंतो उववज्जंति ? गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, णो अपज्जतएहिंतो उववज्जंति । एवं जहा ओहिया उववइया तहा रयणप्पभापुढविणेरइया वि उववाएयव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈરયિકો, સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે પરંતુ અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થતા નથી. આ રીતે જેમ સમુચ્ચય નારકીઓની ઉત્પત્તિના વિષયમાં કહ્યું છે, તેમજ રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિના વિષયમાં કહેવું જોઈએ. |९३ सक्करप्पभापुढविणेरइयाणं भंते ! कओहिंतो उववज्जंति ? गोयमा ! एते वि जहा ओहिया तहेवोववाएयव्वा । णवरं सम्मुच्छिमेहिंतो पडिसेहो कायव्वो । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકોનો ઉપપાત પણ સમુચ્ચય નૈરયિકોના ઉપપાતની જેમ જ જાણવો જોઈએ. તેમાં વિશેષતા એ છે કે સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાંથી તેની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ અર્થાત્ અસંશી તિર્યંચ પંચેન્દ્રિયો શર્કરાપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થતા નથી. ९४ वालुयप्पभा - पुढविणेरइया णं भंते ! कओहिंतो उववज्जंति ? गोयमा ! जहा सक्करप्पभा-पुढविणेरइया । णवरं भुयपरिसप्पेहिंतो वि पडिसेहो कायव्वो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જેમ શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકોના ઉપપાતના વિષયમાં કહ્યું છે, તેમ વાલુકાપ્રભાના નૈરયિકોના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ છે કે ભુજપરિસર્પ પંચેંદ્રિય તિર્યંચમાંથી તેની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ અર્થાત્ ભુજપરિસર્પ તિર્યંચ પંચેંદ્રિયો બે નરક સુધી જ જઈ શકે છે, ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્પન્ન થઈ શકતા નથી.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy