________________
| છઠ્ઠ પદ : વ્યકાંતિ
૧૭ |
જીવ મૃત્યુ પામી પુનઃ વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થાય, તો તેને સ્વસ્થાન ઉપપાત કહે છે અને વનસ્પતિ સિવાયના અન્ય કોઈ પણ કાયના જીવો વનસ્પતિમાં ઉત્પન્ન થાય, તો તેને પરસ્થાન ઉપપાત કહે છે. વનસ્પતિકાયિકના સ્વસ્થાન ઉત્પત્તિમાં નિરંતર અનત વનસ્પતિકાયિક જીવોનો ઉ૫પાત થતો જ રહે છે, કારણ કે પ્રત્યેક નિગોદના અનંત જીવોમાંથી અસંખ્યાતમા ભાગના જીવોનું નિરંતર ઉત્પાદ-ઉદ્વર્તન થતું જ રહે છે અને તે જીવો અનંત હોય છે. પરસ્થાન ઉત્પત્તિની અપેક્ષાએ એટલે ચાર સ્થાવરમાંથી પ્રતિસમય નિરંતર અસંખ્યાત જીવોની ઉત્પત્તિ વનસ્પતિકાયમાં થાય છે, કારણ કે પૃથ્વીકાય આદિ અચકાયના જીવો અસંખ્યાત છે. સંક્ષેપમાં એક સમયમાં વનસ્પતિકાયમાંથી મૃત્યુ પામી વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થનારા જીવો અનંત હોય છે અને અન્ય સ્થાવર કાયમાંથી મૃત્યુ પામી વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનારા જીવો અસંખ્યાતા હોય છે. (૫) વત્તો (કુલ:) દ્વાર નૈરચિકોની આગતિ:६७ रइया णं भंते !कओहिंतो उववज्जंति? किंणेरइएहिंतो उववज्जंति?तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहितो उववज्जंति, देवेहिंतो उववज्जति?
गोयमा ! णेरइया णो णेरइएहिंतो उववजंति, तिरिक्खजोणिएहिंतो उववज्जति, मणुस्सेहिंतो उववज्जंति, णो देवेहिंतो उववति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ!નૈરયિક, નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ६८ जइतिरिक्खजोणिएहितो उववज्जति किं एगिदियतिरिक्खजोणिएहितो उववज्जति, बेइंदियतिरिक्खजोणिएहितो उववज्जंति, तेइंदियतिरिक्खजोणिएहिंतो उववजंति, चरिदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, पर्चेदियतिरिक्खजोणिएहिंतो उववजंति?
गोयमा ! णो एगिदियतिरिक्खजोणिएहितो, णो बेइंदियतिरिक्खजोणिएहितो, णो तेइंदियतिरिक्खजोणिएहितो, णो चउरिदियतिरिक्खजोणिएहिंतो उववजंति; पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો જો તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, બેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી ઉત્પન્ન થાય છે, તેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી, ચૌરેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી કે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તિર્યંચ યોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાંથી ઉત્પન્ન થાય છે. ६९ जइ पंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जंति किं जलयरपंचेदियतिरिक्खजोणिएहितो