________________
[ ૧૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
६५ सिद्धा णं भंते ! एगसमएणं केवइया सिझंति? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं अट्ठसयं । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન! એક સમયમાં કેટલા જીવો સિદ્ધ થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ એક સો આઠ જીવો સિદ્ધ થાય છે. ६६ णेरइया णं भंते ! एगसमएणं केवइया उव्वटुंति? गोयमा !जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उव्वस॒ति । एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा वि सिद्धवज्जा भाणियव्वा जाव अणुत्तरोववाइया । णवरं जोइसिय वेमाणियाणं चयणेणं अभिलावो कायव्यो । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! એક સમયમાં કેટલા નૈરયિકો ઉદ્વર્તન-મરણ પામે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાતા ઉદ્વર્તન પામે છે.
આ રીતે જેમ ઉપપાતના વિષયમાં કહ્યું, તે જ રીતે સિદ્ધોને છોડી અનુત્તરૌપપાતિક દેવો પર્વતના જીવોના ઉદ્દવર્તનાના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવા માટે ઉદ્વર્તનાને બદલે 'ચ્યવન' શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત સંસારી જીવોની એક સમયમાં થતી ઉત્પત્તિ અને ઉદ્વર્તનાની સંખ્યા તથા સિદ્ધોની સિદ્ધત્વ પ્રાપ્તિની સંખ્યાનું નિરૂપણ છે. એક સાથે એકથી અસંખ્યાત જીવોની ઉત્પત્તિ :- સાત નરક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, એકથી આઠ દેવલોકના દેવો, ત્રણ વિકસેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંશી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ એક સાથે સંખ્યાત કે અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે અર્થાત્ તે તે સ્થાનમાં ક્યારેક એક સમયમાં એક જીવની, ક્યારેક એક સમયમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે. એક સાથે એકથી સંખ્યાત જીવોની ઉત્પત્તિ - ગર્ભજ મનુષ્યો અને નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવોમાં એક સાથે એકથી લઈ સંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે અને ગર્ભજ મનુષ્યો જ મરીને નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેથી તે સ્થાનોમાં એક સાથે કયારેક એક, બે, ત્રણ જીવોની અને કયારેક એક સાથે ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવોની ઉત્પત્તિ થાય છે. નિરંતર અસંખ્યાત જીવોની ઉત્પત્તિ -પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયમાં પાંચ સ્થાવરની અપેક્ષાએ એક સાથે એક, બે, ત્રણ કે સંખ્યાત જીવોની ઉત્પત્તિ થતી નથી. તે સ્થાનમાં એક સાથે પાંચે ય સ્થાવરના અસંખ્યાત-અસંખ્યાત જીવોની જ ઉત્પત્તિ થાય છે. એક સાથે અનંત જીવોની ઉત્પત્તિ – સાધારણ વનસ્પતિમાં અનંત જીવો છે. વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ વનસ્પતિમાં એક સાથે અનંત જીવો નિરંતર ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકોનો સ્વસ્થાન-પરસ્થાન ઉત્પત્તિ-સ્વસ્થાન-વનસ્પતીનાં વનસ્પતિત્વવનસ્પતિકાયિક