________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
| ૧૫ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક સમયમાં કેટલા અસુરકુમાર દેવો ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા અસુરકુમાર દેવો ઉત્પન્ન થાય છે. આ જ રીતે નાગકુમારથી લઈ સ્વનિતકુમાર દેવો સુધી જાણવું જોઈએ. ६१ पुढविकाइया णं भंते ! एगसमएणं केवइया उववजंति ? गोयमा ! अणुसमयं अविरहियं असंखेज्जा उववज्जति । एवं जाववाउकाइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સમયમાં કેટલા પૃથ્વીકાયિક જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ! પ્રતિસમય, વિરહ વિના(અંતર વિના) અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે વાયુકાયિક જીવો સુધી કહેવું જોઈએ. ६२ वणस्सइकाइया णं भंते ! एगसमएणं केवइया उववज्जंति? गोयमा ! सट्ठाणुववायं पडुच्च अणुसमयं अविरहिया अणंता उववज्जति ? परढाणुववायं पडुच्च अणुसमयं अविरहिया असंखेज्जा उववज्जति । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! એક સમયમાં કેટલા વનસ્પતિકાયિક જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! સ્વસ્થાનમાં (વનસ્પતિકાયિકમાંથી વનસ્પતિકાયિકમાં) ઉત્પત્તિની અપેક્ષાએ પ્રતિસમય નિરંતર અનંત જીવો ઉત્પન્ન થાય છે તથા પરસ્થાનમાંથી(ચાર સ્થવારમાંથી વનસ્પતિકાયમાં) ઉત્પત્તિની અપેક્ષાએ પ્રતિસમય નિરંતર અસંખ્યાતા વનસ્પતિ જીવો ઉત્પન્ન થાય છે. ६३ बेइंदिया णं भंते ! एगसमएणं केवइया उववज्जंति? गोयमा ! जहण्णेणं एगो वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा ।
__ एवं तेइंदिया चउरिदिया सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणिया गब्भवक्कंतिय-पंचेंदिय तिरिक्खजोणिया सम्मुच्छिममणुसा वाणमंतस्जोइसियसोहम्मीसाणसणंकुमास्माहिंदबंभलोय लंतगमहासुक्क सहस्सारकप्पदेवा, एए जहा णेरइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક સમયમાં કેટલા બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે.
આ જ રીતે તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, સંમૂર્છાિમ–અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય સંમૂર્છાિમ મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષી, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસાર કલ્પના દેવો સુધીની પ્રરૂપણા નૈરયિકોની સમાન જાણવી જોઈએ અર્થાત્ તે જીવો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ६४ गब्भवक्कंतियमणुस-आणय-पाणय-आरण-अच्चुय-गेवेज्जग-अणुत्तरोववाइया य एए जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जति । ભાવાર્થ - ગર્ભજ મનુષ્યો, આનત, પ્રાણત, આરણ, અય્યત દેવલોક, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે.