________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
५७ सिद्धा णं भंते ! किं संतरं सिज्झति, णिरंतरं सिज्झति ? गोयमा ! संतरं पि सिज्झति, णिरंतरं पि सिज्झति ।
૧૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સિદ્ધો શું સાંતર સિદ્ધ થાય છે કે નિરંતર સિદ્ધ થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! સાંતર પણ સિદ્ધ થાય છે અને નિરંતર પણ સિદ્ધ થાય છે.
५८ णेरइया णं भंते ! किं संतरं उव्वट्टंति, णिरंतरं उव्वट्टंति ? गोयमा ! संतरं पि उव्वट्टंति, णिरंतरं पि उव्वट्टंति ।
एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा वि सिद्धवज्जा भाणियव्वा जाववेमाणिया । णवरं जोइसिय-वेमाणिएसु चयणं ति अभिलावो कायव्वो । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકો સાંતર ઉર્તન પામે છે કે નિરંતર ઉર્તન પામે છે ? ઉત્તરહે ગૌતમ ! સાંતર પણ ઉર્તન પામે છે અને નિરંતર પણ ઉર્તન પામે છે.
આ રીતે જેમ ઉત્પત્તિના વિષયમાં કથન કર્યું છે, તેમજ સિદ્ધોને છોડીને શેષ વૈમાનિક સુધીના સર્વ જીવો સંબંધી ઉર્તનાના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિક દેવો માટે ‘ચ્યવન’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકના જીવો અને સિદ્ધોની સાંતર અને નિરંતર ઉત્પત્તિ અને ઉર્તનાની પ્રરૂપણા છે.
સાંતર-નિરંતર :– વ્યવધાન સહિત જીવોની ઉત્પત્તિ થાય, તેને સાંતર ઉત્પત્તિ કહે છે. યથા– પ્રથમ સમયે કોઈ જીવ જન્મ પામે પછી ૨,૩,૪ આદિ સમયમાં એક પણ જીવ તે સ્થાનમાં ઉત્પન્ન ન થાય અને ત્યાર પછી પુનઃ ઉત્પન્ન થાય તો તે સાંતર ઉત્પત્તિ કહેવાય છે. પ્રતિસમય, લગાતાર, સમય માત્રના વ્યવધાન વિના, જીવોની ઉત્પત્તિ થાય, તેને નિરંતર ઉત્પત્તિ કહે છે.
પાંચ સ્થાવરોમાં નિરંતર ઉત્પત્તિ અને ઉર્તન થયા કરે છે. શેષ સર્વ સ્થાનોમાં જીવોની ઉત્પત્તિ અને ઉર્તના સાંતર પણ થાય છે અને નિરંતર પણ થાય છે.
(૪) એક સમય દ્વાર ઃ એક સમયમાં ઉત્પત્તિ અને ઉર્તનની સંખ્યા :
५९ रइया णं भंते ! एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! जहण्णेणं एगो वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उवज्जंति । एवं जाव अहेसत्तमाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક સમયમાં કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે. આ જ રીતે યાવત્ સાત નરક પૃથ્વી સુધી જાણવું જોઈએ.
६० असुरकुमारा णं भंते ! एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा । एवं नागकुमारा जाव थणियकुमारा वि भाणियव्वा ।