________________
| વિસનું પદઅંતક્રિયા
[ ૫૧૫ ]
ગતિમાં જઈ શકે છે પરંતુ જો દેવ ગતિમાં જાય, તો પ્રસ્તુત સૂત્રાનુસાર દેવોમાં જઈ શકે છે. અસંજ્ઞી-આયુષ્ય:५७ कइविहे णं भंते ! असण्णिआउए पण्णत्ते ? गोयमा ! चउव्विहे असण्णिआउए पण्णत्ते, तं जहा- णेरइयअसण्णिआउए जाव देवअसण्णिआउए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞી આયુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અસંજ્ઞી આયુષ્યના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– નૈરયિક અસંજ્ઞી આયુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય અસંશી આયુષ્ય, મનુષ્ય અસંજ્ઞી આયુષ્ય અને દેવ અસંજ્ઞી આયુષ્ય. ५८ असण्णी णं भंते ! जीवे किं णेरइयाउयं जावदेवाउयं पकरेइ ।
गोयमा ! णेरइयायउयं पकरेइ जाव देवाउयं पकरेइ । णेरइयाउयं पकरेमाणे जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ । तिरिक्खजोणियाउयं पकरेमाणे जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ । एवं मणुयाउयं पि, देवाउयं जहा णेरइयाउयं । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! શું અસંશી જીવ નરયિકનું આયુષ્ય બાંધે છે યાવત શું દેવાયુષ્ય બાંધે છે?
ઉત્તર-હે ગૌતમ!તે નરયિકનું આયુષ્ય પણ બાંધે છે યાવત્ દેવાયુનો પણ બંધ કરે છે. નરકાયુનો બંધ કરતો અસંજ્ઞી જીવ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે. તિર્યંચયોનિક આયુષ્યનો બંધ કરે, તો તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે. આ જ રીતે મનુષ્યાયુષ્યનો બંધ કરે છે અને દેવાયુષ્યનો બંધ નૈરયિકની સમાન કરે છે. ५९ एयस्सणंभंते!णेरइयअसण्णिआउयस्स जावदेवअसण्णिआउयस्सयकयरेकयरेहितो अप्पा वा बहुया वा, तुल्ला वा विसेसाहिया वा ? ___ गोयमा! सव्वत्थोवे देवअसण्णिआउए, मणुयअसण्णिआउए असंखेज्जगुणे, तिरिक्ख- जोणियअसण्णिआउए असंखेज्जगुणे, णेरइयअसण्णिआउए असंखिज्जगुणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક અસંશી આયુષ્ય યાવત્ દેવ અસંશી આયુષ્યમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડો દેવ અસંજ્ઞી આયુષ્ય છે, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગુણ છે, તેનાથી તિર્યંચ યોનિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતણ છે અને તેનાથી નૈરયિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગુણું છે. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં અસંસી આયુષ્યના પ્રકાર, તેની સ્થિતિ અને અલ્પબદુત્વનું નિરૂપણ કર્યું છે. અસંજ્ઞી આયુષ્યઃ- વર્તમાન ભવમાં જે જીવ વિશિષ્ટ સંજ્ઞાથી તેમજ મનોલબ્ધિથી રહિત છે તેને અસંજ્ઞી