________________
[ ૫૧૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભવમાં હતો ત્યારે શ્રાવકવ્રતી હતો. તે સિવાય શુભ પરિણામોમાં આયુષ્યનો બંધ કરનારા અવ્રતી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ પણ ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જાય છે. આજીવિક :- (૧) એક વિશેષ પ્રકારના પાખંડી (૨) નગ્ન રહેનાર ગોશાલકના શિષ્ય (૩) લબ્ધિ પ્રયોગથી અજ્ઞાની લોકો દ્વારા ખ્યાતિ, પૂજા-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા તપ અને ચારિત્રનું આચરણ કરનાર (૪) અવિવેકી લોકોમાં ચમત્કાર બતાવી આજીવિકા ચલાવનાર. આ સર્વે તપ અને ચારિત્રના પ્રભાવે ઉત્કૃષ્ટ બારમાં દેવલોક સુધી જાય છે. આભિયોગિક – બીજાને વશ કરવા વિદ્યા-મંત્ર ચૂર્ણ આદિના પ્રયોગને આભિયોગ કહે છે. જે સાધુ વ્યહવારથી સંયમનું પાલન કરતા હોવા છતાં પણ મંત્ર, તંત્ર, યંત્ર, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, ચૂર્ણ આદિના પ્રયોગથી અન્યને આકર્ષિત કરે, વશીભૂત કરે તેને આભિયોગિક કહે છે. તે તપના પ્રભાવે ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધી જાય છે. દર્શન રહિત સ્વલિંગી :- શુદ્ધ સમકિતનો જેનામાં અભાવ છે. સાધ્વાચાર અને સ્વલિંગનો જેનામાં સદ્ભાવ છે. તેવા ભવી કે અભવી જીવ સ્વલિંગી દર્શન વ્યાપન્નક (દર્શન–શ્રદ્ધા રહિત) કહેવાય છે. તે વ્યવહારથી ક્રિયાના વિરાધક હોય તો જઘન્ય ભવનપતિમાં જાય છે અને વ્યવહારથી ક્રિયાના આરાધક હોય તો ઉત્કૃષ્ટ નવ રૈવેયક સુધી જાય છે. ક્રમ જીવ નામ
જઘન્યતઃ
ઉત્કૃષ્ટતઃ ૧ | અસંયત ભવિક દ્રવ્ય દેવ
ભવનપતિમાં
ઉપરના રૈવેયકમાં ૨ | અવિરાધક(આરાધક) સંયમી
સૌધર્મકલ્પમાં
સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં વિરાધક સંયમી
ભવનપતિમાં
સૌધર્મ કલ્પમાં અવિરાધક(આરાધક) સંયમસંયમી સૌધર્મકલ્પમાં
અશ્રુત દેવલોકમાં વિરાધક સંયમસંયમી
ભવનપતિમાં
જ્યોતિષી દેવામાં અસંજ્ઞી જીવ
ભવનપતિમાં
વાણવ્યંતરમાં તાપસી
ભવનપતિમાં
જ્યોતિષી દેવામાં કાન્તર્ષિકો
ભવનપતિમાં
સૌધર્મકલ્પમાં ૯ | ચરક પરિવ્રાજક
ભવનપતિમાં
બ્રહ્મલોક કલ્પમાં ૧૦| કિલ્વિષિકો
ભવનપતિમાં
લાંતક કલ્પમાં તિર્યંચો
ભવનપતિમાં
સહસાર કલ્પમાં | આજીવિકો
ભવનપતિમાં
અશ્રુત કલ્પમાં આભિયોગિક
ભવનપતિમાં
અમ્રુત કલ્પમાં ૧૪ | દર્શનભ્રષ્ટ સલિંગી
ભવનપતિમાં
ઉપરના રૈવેયકમાં ઉપરોક્ત ૧૪ પ્રકારના જીવોમાંથી અસંયત ભવિક દ્રવ્યદેવ, આરાધક સંયમી અને આરાધક શ્રાવક નિશ્ચિતરૂપે દેવગતિમાં જ જાય છે. શેષ જીવો જે પરિણામોમાં આયુષ્યનો બંધ કરે તે અનુસાર ચારે
|
| જ | છ |
|
|
| |
૧૨ | આત
૧૩ |