________________
૨
છઠ્ઠું પદ : વ્યુત્ક્રાન્તિ TaP/IPPPPPPP/E
વિષય સૂચક આઠ દ્વારો -
१
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
बारस चडवीसाइं, सअंतरं एगसमय कत्तो य ।
उव्वट्टण परभवियाउयं च, अट्ठेव आगरिसा ॥१॥
ગાથાર્થ– (૧) દ્વાદશ (બાર) (૨) ચોવીશ (૩) સાન્તર (અંતર સહિત) (૪) એક સમય, (૫) ક્યાંથી ? (૬) ઉર્તના (૭) પરભવ સંબંધી આયુષ્ય અને (૮) આઠ આકર્ષ, આ આઠ વિષય નિરૂપક દ્વાર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર(ગાથા)માં આ પદના વર્ણિત સમસ્ત વિષયોના નિરૂપક આઠ દ્વારોનું સંકલન છે. (૧) દ્વાદશ– આ દ્વારમાં ચાર ગતિના જીવોના ઉપપાત અને ઉર્તનાના અર્થાત્ જન્મ અને મરણના વિરહકાલનું કથન છે. તેનો વિરહકાલ બાર મુહૂર્તનો હોવાથી આ દ્વારનું નામ ‘દ્વાદશ’ છે. (૨) ચોવીસ– આ દ્વારમાં ૨૪ દંડકના જીવોના વિરહકાલનું નિરૂપણ છે. તેમાં સહુ પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના વિરહનું કથન છે. તેનો વિરહ ૨૪ મુહૂર્તનો હોવાથી આ દ્વારનું નામ ‘ચોવીસ’ છે. (૩) સાન્તર– સાન્તર કે નિરન્તર ઉત્પન્ન થતાં ચોવીસ દંડકના જીવોની ઉત્પત્તિનું વર્ણન છે, તેથી તેનું નામ ‘સાન્તર દ્વાર’ છે.
(૪) એક સમય– આ દ્વારમાં એક સમયમાં ઉત્પન્ન થતાં ૨૪ દંડકના જીવોની સંખ્યાનું સ્પષ્ટીકરણ છે. તેથી તેનું નામ ‘એક સમય’ છે.
(૫) જ્તો – આ દ્વારમાં ૨૪ દંડકના જીવોની ઉત્પત્તિ-ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? અર્થાત્ આગતિનું વિસ્તૃત વર્ણન છે, તેથી તેનું નામ ‘કત્તો દ્વાર’ છે.
(૬) ઉર્તના– આ દ્વારમાં ૨૪ દંડકના જીવો મૃત્યુ પામીને જ્યાં જાય છે, તે ગતિનું પ્રતિપાદન છે, તેથી તેનું નામ ‘ઉર્તના’ છે.
(૭) પરભવ આયુષ્ય- આ દ્વારમાં પરભવના આયુષ્યના બંધકાલને સમજાવ્યો છે, તેથી તેનું નામ ‘પરભવાયુષ્ય’ છે.
(૮) આઠ આકર્ષ- આ દ્વારમાં આયુષ્યબંધ સમયના આકર્ષોનું(આયુ બંધ માટે કર્મપુદ્ગલ ગ્રહણ–ખેંચવા અને બાંધવાની પ્રક્રિયાનું) નિરૂપણ છે, તેથી તેનું નામ ‘આકર્ષ’ છે.
(૧) દ્વાદશ દ્વાર : ચાર ગતિમાં ઉત્પત્તિ અને મરણનો વિરહકાળ :
२ णिरयगई णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નરકગતિમાં ઉત્પત્તિનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર- હે ગૌતમ!