________________
છઠ્ઠ પદ: વ્યુત્ક્રાંતિ
છે.
છડું પદ પરિચય હિ છે. છેક છે. એક છે જે છેક છે. ર છે છે. છેક છેછે.
ક
આ પદનું નામ વ્યુત્ક્રાંતિ પદ . વ્યુત્ક્રાંતિ- વિ + ઉત્ + ક્રાંતિ = વ્યુત્ક્રાંતિ. વ્યુત્ક્રાંતિ એટલે ઉત્પત્તિ અને ઉદ્વર્તના, ઉત્પન્ન થવું અને આયુષ્યનું પૂર્ણ થવું. તાત્પર્ય એ છે કે મનુષ્યાદિ ગતિમાં આવવારૂપ આગતિ અને મનુષ્યાદિ ગતિમાંથી નીકળી અન્યત્ર જવારૂપ ગતિ; આ બંનેનો સમાવેશ વ્યુત્ક્રાંતિ શબ્દમાં થાય છે.
પ્રસ્તુત પદમાં ચર્ચિત વિષયોમાં જીવોની ગતાગત એ મુખ્ય વિષય છે. આ પદમાં વર્ણિત વિષયોના આઠ દ્વાર છે. તે દ્વારોનો નામોલ્લેખ પ્રથમ સૂત્ર(ગાથા)માં છે.
(૧) દ્વાદશ દ્વાર–સામાન્યરૂપે ચારે ગતિની અપેક્ષાએ જીવોના ઉપપાત અને ઉદ્વર્તનાનો વિરહકાલબાર મુહૂર્તનો છે. (૨) ચતવિંશતિ હાર-જીવોના પ્રભેદ સહિતનો ઉત્પત્તિ અને ઉદ્વર્તનાનો વિરહકાલ મુખ્યત્વે ચોવીસ મુહૂર્તનો છે. (૭) સાન્તર દ્વાર– ૨૪ દંડકના જીવોમાં સાન્તર અને નિરંતર ઉત્પત્તિ અને ઉદ્વર્તન થાય છે. (૪) એક સમય દ્વાર– એક સમયમાં કેટલા જીવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તન થાય છે, તેનું કથન છે.
(૫) કોલાર– જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? () ઉદ્દવર્તના દ્વાર– જીવ વર્તમાન ભવમાંથી મૃત્યુ પામી કયા ભવમાં જાય છે? (૭) પારભવિકાયુષ્ય દ્વાર– આગામી ભવનું આયુષ્ય જીવ વર્તમાન ભવમાં ક્યારે બાંધે છે? (૮) આકર્ષ દ્વાર– આયુષ્ય બંધના પ્રકાર, કેટલા આકર્ષોમાં જીવ, ગતિ, જાતિ આદિ નામ વિશિષ્ટ આયુષ્ય કર્મ બાંધે છે? તથા ન્યૂનાધિક આકર્ષોવાળા આયુષ્યબંધક જીવોના અલ્પબહત્વની વિચારણા કરવામાં આવી છે.
આ રીતે આ પદમાં જીવોની ઉત્પત્તિ અને મરણના વિરહકાલનું જીવોની આગતિ અને ગતિનું અને વિવિધ સ્થાનોમાં ઉત્પન્ન થવા માટે આયુષ્યબંધ, આયુષ્યબંધકાલ વગેરે વિષયોનું સ્પષ્ટીકરણ કરેલ છે.
પ્રસ્તુત પદના કરો દ્વારમાં જીવના જે ભેદોના આધારે આગતિ-ગતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તેની સંખ્યા ૧૧૦ થાય છે. સૂત્રપાઠમાં સંખ્યાની ગણતરી કરવાની પદ્ધતિ નથી, ત્યાં તો માત્ર જીવના ભેદ જ બતાવવામાં આવ્યા છે, પરંતુ સમજવા અને યાદ રાખવાની સુગમતા માટે આચાર્યોએ વર્ણનના આધારે જીવોના ભેદોની સંખ્યાઓનું સંકલન કર્યું છે.
થોકડાઓમાં જીવના પ૩ ભેદના આધારે જીવોની આગતિ અને ગતિ બતાવવામાં આવી છે તે તે થોકડા ગતાગતના નામે પ્રસિદ્ધ છે.