________________
| વિસામું પદ : અંતક્રિયા
[ ૪૯૯ ] जेणं भंते ! उववजेज्जा से णं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा ।
जे णं भंते ! केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए से णं केवलं बोहिं बुज्झेज्जा? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવનું ! તેજસ્કાયિક જીવ, તેજસ્કાયિકોમાંથી નીકળીને શું સીધા પંચેંદ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક ઉત્પન્ન થાય છે અને કેટલાક ઉત્પન્ન થતા નથી.
પ્રશ્ન – હે ભગવન્! જે ઉત્પન્ન થાય છે, તે કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક ધર્મ શ્રવણ કરે છે અને કેટલાક કરતા નથી.
પ્રશ્ન- હે ભગવન! જે તેજસ્કાયિક જીવ તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે છે, તે શું કેવળબોધિ-ધર્મ સમજણને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. | २९ मणूसवाणमंतर-जोइसियवेमाणिएसु पुच्छा ? गोयमा ! णो इणढे समढे । एवं जहेव तेउक्काइए णिरंतरं एवं वाउक्काइए वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકમાંથી નીકળીને સીધો મનુષ્ય તથા વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. જેમ તેજસ્કાયિક જીવની અનંતર ઉત્પત્તિ આદિના વિષયમાં કહ્યું તેમ વાયુકાયિકના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પાંચ સ્થાવરોની ગતિનું અને ત્યાં પ્રાપ્ત થતાં ધર્મશ્રવણાદિ દશ બોલોનું વર્ણન છે.
પૃથ્વી, પાણી અને વનસ્પતિના જીવો મરીને સીધા પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ ઔદારિકના દશ દંડકોમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી, પાણી, વનસ્પતિ મરીને પાંચ સ્થાવર અને ત્રણ વિક્લેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તે ધર્મ શ્રવણાદિ એક પણ બોલની પ્રાપ્તિ કરી શકતા નથી કારણ કે ધર્મ શ્રવણાદિ દશ બોલોની પ્રાપ્તિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ થાય છે.
પથ્વી, પાણી, વનસ્પતિ મરીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે જેને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય તે જીવ ધર્મ શ્રવણ, કેવલબોધિ, સમ્યગ્દર્શન, મતિ-શ્રુતજ્ઞાન, શીલાદિ વ્રતોનો સ્વીકાર અને અવધિજ્ઞાન, આ છ બોલને પામી શકે છે. અણગારધર્માદિ અંતિમ ચાર બોલને પામી શકતા નથી.
પૃથ્વી, પાણી, વનસ્પતિ મરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલાક જીવો ધર્મ શ્રવણાદિ દશે બોલોને પ્રાપ્ત કરે છે, કારણ કે પૃથ્વી, પાણી અને વનસ્પતિમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકે છે. જેને તદાવરણીય કર્મોનો ઉદય હોય તેવા જીવો ધર્મ શ્રવણાદિ પ્રાપ્ત કરતા નથી.
- તેઉકાય અને વાયુકાયના જીવો મરીને સીધા પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ ઔદારિકના નવ દંડકમાં જ ઉત્પન્ન થાય છે. તે જીવો પાંચ સ્થાવર કે ત્રણ વિક્લેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે ધર્મ શ્રવણાદિ પ્રાપ્ત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે ધર્મ શ્રવણ જ પ્રાપ્ત કરી શકે છે. તેઉકાય અને વાયુકાયના જીવો તથાપ્રકારના સ્વભાવે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકતા નથી.