________________
[ ૫૦૦ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
વિકલેન્દ્રિયોની ગતિ અને ધર્મ શ્રવણાદિની પ્રાપ્તિ - | ३० बेइंदिए णं भंते ! बेइंदिएहितो अणंतरं उव्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? गोयमा! जहा पुढविक्काइए, णवर मणूसेसु जावमणपज्जवणाणं उप्पाडेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું બેઇન્દ્રિય જીવ, બેઇન્દ્રિયોમાંથી નીકળીને સીધા નારકીઓમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! જેમ પૃથ્વીકાયિક જીવોની દસ દંડકોમાં ઉત્પત્તિના વિષયમાં કહ્યું છે, તે જ રીતે બેઇન્દ્રિય જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પૃથ્વીકાયિક જીવો મનુષ્યોમાં ઉત્પન્ન થઈને યાવતું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યાં સુધી કથન કરવું. | ३१ जेणं भंते ! मणपज्जवणाणं उप्पाडेज्जा से णं केवलणाणं उप्पाडेज्जा ? गोयमा ! णो इणने समटे । एवं तेइंदिक्चरिंदिया वि जावमणपज्जवणाणं उप्पाडेज्जा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે શું કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. આ જ રીતે તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય જીવ યાવત મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ત્રણ વિકસેન્દ્રિય જીવોની ગતિ અને ત્યાં પ્રાપ્ત થતાં ધર્મ શ્રવણ આદિ બોલોની વિચારણા છે.
ત્રણ વિકસેન્દ્રિય જીવો મરીને પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ઔદારિકના દશ દંડકોમાં ઉત્પન્ન થાય છે.
ત્રણ વિકસેન્દ્રિય જીવો મરીને પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો ત્યાં શ્રવણ શક્તિના અભાવે ધર્મ શ્રવણાદિ એક પણ બોલને પ્રાપ્ત કરી શકતા નથી.
ત્રણ વિકસેન્દ્રિય જીવો મરીને તિર્યંચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલાક જીવો તદાવરણીય કર્મના ક્ષયોપશમથી ધર્મ શ્રવણ, ધર્મ સમજણ, સમ્યગુદર્શન, મતિ-શ્રુતજ્ઞાન, શીલવ્રતાદિનો સ્વીકાર અને અવધિજ્ઞાન, આ છ બોલને પામી શકે છે. અણગાર ધર્મ આદિ અંતિમ ચાર બોલને પામી શકતા નથી.
ત્રણ વિકસેન્દ્રિય જીવો મરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલાક જીવો તદાવરણીય કર્મના ક્ષયોપશમથી ધર્મ શ્રવણ, કેવલબોધિ, સમ્યગુદર્શન, મતિ-શ્રુતજ્ઞાન, શીલવ્રતાદિનો સ્વીકાર, અવધિજ્ઞાન, અણગારધર્મ અને મન:પર્યવજ્ઞાન, આ આઠ બોલને પામી શકે છે.
ત્રણ વિકલેન્દ્રિયોમાંથી નીકળીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરનાર જીવો દીક્ષા લઈ શકે છે. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ શકતા નથી, તેથી તે જીવો કેવળ જ્ઞાન અને સિદ્ધિ, આ બે બોલને પ્રાપ્ત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની ગતિ તથા ધર્મ શ્રવણાદિની પ્રાપ્તિ - |३२ पंचेंदियतिरिक्खजोणिए णं भंते ! पंचिंदियतिरिक्खजोणिएहितो अणंतरं उव्वट्टित्ता