________________
[૪૯૮]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨ સ્વનિતકુમારો સુધીના દેવોમાં જાણવું જોઈએ. | २५ पुढविक्काइए णं भंते ! पुढविक्काइएहितो अणंतरं उव्वट्टित्ता पुढविक्काइएसु उववज्जेज्जा? गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा ।
जेणं भंते ! उववज्जेज्जा सेणं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा!णो इणढे समढे । एवं आउक्काइययादिसु णिरंतर भाणियव्वं जाव चउरिदिएसु ।
___पंचेंदियतिरिक्खजोणियमणूसेसु जहा णेरइए । वाणमंतर-जोइसिय-वेमाणिएसु पडिसेहो। एवं जहा पुढविक्काइओ भणिओ तहेव आउक्काइओ वि वणस्सइकाइओ वि भाणियव्वो। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી નીકળીને સીધા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક ઉત્પન્ન થાય અને કેટલાક ઉત્પન્ન થતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, તે શું તે કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. આ જ રીતે અષ્કાયિકથી લઈ ચૌરેન્દ્રિય સુધીના જીવોની અનંતર ઉત્પત્તિ વિષયક જાણવું જોઈએ.
પૃથ્વીકાયિક જીવોની પંચંદ્રિય તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પત્તિ વિષયક વક્તવ્યતા નૈરયિકની સમાન જાણવી જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં પૃથ્વીકાયિકની ઉત્પત્તિ થતી નથી.
જે રીતે પૃથ્વીકાયિકોનું ૨૪ દંડકમાં ઉત્પત્તિવિષયક કથન કર્યું છે, તે જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ. | २६ तेउक्काइए णं भंते ! तेउक्काइएहितो अणंतरं उव्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? गोयमा ! णो इणढे समढे । एवं असुरकुमारेसु वि जाव थणियकुमारेसु वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેજસ્કાયિક જીવ, તેજસ્કાયિકોમાંથી નીકળી સીધા નારકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. આ જ રીતે અસુરકુમારોથી લઈ સ્વનિતકુમાર સુધીમાં પણ ઉત્પત્તિનો નિષેધ સમજવો જોઈએ. | २७ पुढविक्काइय-आउ-तेउवाउवणस्सइबेइंदियतेइंदिय-चउरिदिएसु अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा। जेणं भंते! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકમાંથી નીકળીને સીધા પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયકાયિક અને વનસ્પતિકાયિકોમાં તથા બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયોમાં કેટલાક ઉત્પન્ન થાય છે અને કેટલાક ઉત્પન્ન થતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! જે તેજસ્કાયિક ઉપરોક્ત સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, તે શું કેવળી-પ્રરૂપિત ધર્મ શ્રવણ કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. | २८ तेउक्काइए णं भंते ! तेउक्काइएहितो अणंतरं उव्वट्टित्ता पंचेदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा? गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा ।