________________
વિસમ પદ : અંતક્રિયા
છે.
૪૯૭
ઉત્પન્ન થાય છે? ઉત્તર-હા, ગૌતમ! કેટલાક પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક ઉત્પન્ન થતા નથી. | २२ जे णं भंते ! उवववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए ? गोयमा ! णो इणढे समढे । एवं आउवणस्सईसु वि । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે, તે શું કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે છે? ઉત્તર-હે ગૌતમ! તે શક્ય નથી. આ જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોના વિષયમાં જાણવું જોઈએ. | २३ असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उव्वट्टित्ता तेउवाउ-बेइंदिय तेइदिय चउरिदिएसु उववज्जेज्जा ? गोयमा ! णो इणढे समढे । अवसेसेसु पंचसु पंचेदियतिरिक्ख- जोणियादिसु असुरकुमारे जहा णेरइए । एवं जाव थणियकुमारे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! શું અસરકમાર, અસુરકુમારમાંથી નીકળીને સીધા તેજસ્કાયિક, વાયુકાયિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. શેષ પંચેન્દ્રિય તિર્યંચયોનિક મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકમાં અસુરકુમારની ઉત્પત્તિ આદિની વક્તવ્યતા નૈરયિકની સમાન જાણવી જોઈએ. આ જ રીતે અનિતકુમાર સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ભવનપતિ દેવોની ગતિ અને તે તે સ્થાનોમાં ધર્મશ્રવણ આદિ દશ બોલની પ્રાપ્તિનું સંક્ષિપ્ત નિરૂપણ છે.
ભવનપતિદેવો મરીને સીધા પૃથ્વી, પાણી, વનસ્પતિ, સન્ની તિર્યંચ પંચેન્દ્રિય અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય, આ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. તેમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયિક જીવોમાં એક સ્પર્શેન્દ્રિય જ હોવાથી તે જીવો ધર્મ શ્રવણાદિ એક પણ બોલને પ્રાપ્ત કરી શકતા નથી. ભવનપતિ દેવો સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તદાવરણીય કર્મના ક્ષયોપશમથી ધર્મ શ્રવણ, કેવલબોધિ, ધર્મશ્રદ્ધા, પ્રતીતિ-રુચિ(સમ્યગુદર્શન), મતિ-શ્રુતજ્ઞાન, શીલાદિ વ્રતોનો સ્વીકાર તથા અવધિજ્ઞાનને પામે છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં દેશવિરતિ શ્રાવક બનવાની જ યોગ્યતા હોય છે, તેથી તે જીવો અણગાર ધર્મનો સ્વીકાર, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન કે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી.
ભવનપતિ દેવો મનુષ્યોમાં ઉત્પન્ન થાય ત્યારે ધર્મ શ્રવણથી સિદ્ધિપર્વતના દશે બોલ પામી શકે છે. કારણ કે ભવનપતિ દેવોમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકે છે. પાંચ સ્થાવરોની ગતિ અને ધર્મશ્રવણાદિની પ્રાપ્તિ - २४ पुढविकाइएणं भंते ! पुढविक्काइएहितो अणंतरं उव्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा? गोयमा ! णो इणढे समढे । एवं असुरकुमारेसु वि जाव थणियकुमारेसु वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી નીકળીને શું અનંતર- સીધા નૈરયિકોમાં ઉત્પન્ન થઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. આ જ રીતે અસુરકુમારોથી